ટીવી. નું માધ્યમ અનેક ટેલેન્ટનું શો કેસ બની ગયું છે. ફિલ્મવાળાઓ હવે ઘણીવાર ટી.વી.માંથી પોતાના કલાકારો શોધી લે છે. આજકાલ તો ઓટીટી...
સલમાન જેવા સ્ટાર સાથે ફિલ્મો કરવામાં ફાયદા ય છે ને ખોટ પણ છે. જો બીજા નિર્માતાની નજરે ચઢો ને પ્રેક્ષકને ય ગમો...
આણંદ : આણંદ સહિત રાજ્યભરની કોઇ પણ આરટીઓ કચેરીમાં રજીસ્ટ્રેશન થયેલા વાહનોની બોગસ આરસી બુકો બનાવવાનું મસમોટું કૌભાંડ સ્થાનિક ગુના શોધક શાખાએ...
આણંદ: બોરસદ નગરમાં અનેક પાણી ટાંકી હોવા છતા રહીશો દ્વારા પાણીના નળ ખુલ્લા રાખી દેતા પાણીની અછત સર્જાતી હોવાની બુમ ઉઠી રહી...
સંતરામપુર : સંતરામપુરના બસ ડેપોનો વહીવટ મનસ્વી રીતે કરાતો જોવા મળે છે. લોકડાઊન દરમિયાન ગામડાંઓની બસ બંધ કરવામાં આવી હતી. જે પૈકી...
ગોધરા: ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં બુધવારના વરસાદની આવન જાવન શરૂ રહેતા વાતાવરણમાં થોડી ઘણી ઠંડક પ્રસરી હતી. જ્યારે શહેરના અમુક વિસ્તાર સહિત...
દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં આવેલ ચર્ચ કાઉન્સિલ ઈન્ડિયન કેનેડિયન પ્રેસબિટેરિયન મિશન કાઉન્સીલની માલિકીની જમીનને ભુમાફિયાઓ દ્વારા પચાવી પાડવાની...
કાલોલ: વેજલપુર પોલીસ સ્ટેશનના પી એસ આઈ આર ડી ચૌધરી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે વેજલપુર નાના...
દાહોદ સુખસર: ફતેપુરા તાલુકાના માધવા ગામે મંગળવારના રોજ એક 52 વર્ષીય આગળ ઉપર વીજળી ત્રાટકતા ઘટનાસ્થળે જ મોત નિપજવા પામેલ હોવાનું જાણવા...
વડોદરા: નર્મદા જિલ્લાના તિલકવાડાની રહેવાસી અને કુંવારી માતા બનેલી ફેશન ડિઝાઇનર યુવતીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર બે સંતાનોના પિતા વિરુદ્ધ ફરિયાદ...
વડોદરા: શહેરમાં રસ્તા પરના ખાડા દૂર કરવા પાલિકા દ્વારા આધુનિક પદ્ધતિ અપનાવી જેટ પેચર્સ મશીન વડે પેચ વર્ક કરવાની કામગીરી શરૂ કરવાની...
વડોદરા: જિલ્લા આરોગ્ય તંત્રમાં વિવિધ સ્તરે કોરોના રસીકરણને વેગવાન બનાવવાના વિચાર વિમર્શ અને શિબિરો તથા વર્કશોપ યોજીને આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોને...
હાલોલ: હાલોલ તાલુકા ના ઉજેતી ગામે આવેલ સનફાર્મા મેડીકેર લિમિટેડ કંપનીમાં કામ કરતા 33 વર્ષીય યુવાન વર્કરનું કંપનીની સીડીના પગથિયા પરથી પડી...
વડોદરા : જરૂરિયાત મંદ અને ગરીબ લોકો માટે જીવાદોરી કહેવાતી વડોદરા શહેરની અને મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે...
તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જમાવ્યો તે પછી અચાનક અમેરિકા, રશિયા અને બ્રિટનના જાસૂસી વડાઓને ભારતનું મહત્ત્વ સમજાયું છે. ઇતિહાસમાં અલભ્ય કહી...
રીઝર્વ બેંક ઓફ ઇંડિયા વારંવાર જુદી જુદી રીતે બેંકના ગ્રાહકોને સતર્ક રહેવા મેસેજ આપતી રહે છે તે ઘણી સારી વાત છે. પણ...
દેશમાં સ્ત્રીઓ પર અત્યાચાર કે બળાત્કારની ઘટના સતત બનતી રહે છે. પણ થોડા ઉહાપોહ પછી પાછું જૈસે થે! તાજેતરમાં ગોવાના બીચ પર...
રાજીવ ગાંધી ખેલરત્નનું નામ બદલી હોકીના જાદુગર એવા ધ્યાનચંદના નામે ચઢાવી વિવાદનો મધપૂડો છેડાયો છે. ધ્યાનચંદ કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી એ...
ભારતીય સંસદના સત્રના પ્રારંભે રાષ્ટ્રપતિશ્રીનું અભિભાષણ હોય છે અને તે પછી જ અન્ય કાર્યવાહી થાય છે. તે અભિભાષણમાં રાષ્ટ્રપતિજી સત્તાધીશ સરકારને પોતાની...
આપણો ભારત દેશ ઉત્સવપ્રિય દેશ છે અને અલગ અલગ તહેવારોનું મહત્ત્વ છે, તેમાંય ગણેશોત્સવ જેમ મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવાય છે તેમ ગુજરાતમાં અનોખી...
એક અતિ શ્રીમંત શેઠનું અવસાન થયું.અવસાન બાદ તેનો પુત્ર શેઠની ગાદીએ આવ્યો.અત્યાર સુધી પિતાજી હતા એટલે કોઈ દિવસ વેપારમાં ધ્યાન આપ્યું ન...
બૌદ્ધિકતા અને કર્મશીલતાનો સંગમ ઓછો જોવા મળતો હોય છે, કેમ કે, બૌદ્ધિકતામાં સિદ્ધાંતો અને સંશોધનના આધારે કામ કરવાનું હોય છે, જ્યારે કર્મશીલતામાં...
અફઘાનિસ્તાનમાં તાલેબાનોની સરકાર રચાઈ ગઈ છે; જેમાં એક પણ મહિલા નથી, જેમાં માત્ર ત્રણ પ્રધાનો ગેરપુશ્તુ છે એટલે કે ઉત્તર અફઘાનિસ્તાનના પ્રાંતોના...
તાલિબાને જ્યારે અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે સુફિયાણી વાતો કરી હતી. તાલિબાને ત્યાં સુધી જણાવ્યું હતું કે તે અગાઉ જેવું તાલિબાન નથી....
ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રિથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેના કારણે નદી નાળાઓ છલકાઇ ગયા હતાં.ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના મોટી...
મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી ICC T20 વર્લ્ડ કપ 2021 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. અનુભવી ઓફ સ્પિનર આર...
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 થી 30 માર્ચ...
રાજયમાં કોરોનાની સંભવિત 3જી લહરે શરૂ થવાની સંભાવના સેવાઈ રહી છે, જેના પગલે હાલ પૂરતી ધો-1થી 5 ની શાળાઓ શરૂ કરવા માટે...
બારડોલી: (Bardoli) આમ આદમી પાર્ટીની (Aam Admi Party) જનસંવેદના મુલાકાત અંતર્ગત કોરોનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આપ નેતા ઈસુદાન...
દુબઇ : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ યુએઇમાં રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બીજા તબક્કાની 31 મેચો દરમિયાન ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને...
CM Bhupendra Patel સુરત ની મુલાકાતે,Narendra Modiના‘મન કી બાત’સાથે સાંસ્કૃતિક મહોત્સવનો પ્રારંભ
નિવૃત્ત સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી
એક વર્ષથી ફરાર રીઢો ગુનેગાર શેખર સાળુંકે ઝડપાયો દેહવ્યાપારથી લઈને 15 ગુનાઓમાં સંડોવણી
સુરતમાં શાળામાં બાળકો પાસે સફાઈ કામ? વીડિયો વાયરલ થતા શિક્ષણ તંત્ર માં ચકચાર
દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી:ISI સાથે જોડાયેલા 8 શંકાસ્પદોની ધરપકડ,દેશભરમાં હુમલાની સાજિશની તપાસ તેજ
મેરઠમાં પરિવહન ક્રાંતિનો પ્રારંભ: Narendra Modi આજે મેટ્રો અને ‘નમો ભારત’ ટ્રેનનો ભવ્ય શુભારંભ કરશે
190 પાર કરનાર જીતશે? અમદાવાદમાં ભારત–દક્ષિણ આફ્રિકાની નિર્ણાયક લડત
રફતારના રાક્ષસો બેફામ : ને.હાઈવે 48 પર ડમ્પરની અડફેટે કારખાનેદારનું મોત
સમા વિસ્તારમાં બેરિકેડ તોડી કાર ડ્રેનેજના ખાડામાં ઘૂસી
અમદાવાદમાં સુપર-8નો મહાસંગ્રામ:ઑફ-સ્પિનનો ફંદો કે પાવરપ્લેનો તોફાન?
ટેક્સાસમાં DHS એજન્ટની ગોળીબારીમાં અમેરિકન નાગરિકનું મોત:નવા રેકોર્ડ્સે ઉઠાવ્યા ગંભીર સવાલો
પાકિસ્તાનની અફઘાન સરહદે એરસ્ટ્રાઈક
બાળકોના જાતીય શોષણ બદલ અવિમુક્તેશ્વરાનંદ સામે FIR કરાશે: પ્રયાગરાજ કોર્ટનો આદેશ
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર સતત બીજી સંકલન બેઠકમાં ગેરહાજર, કલેકટર સામેની નારાજગી યથાવત ?
ભારત-બ્રાઝિલ વચ્ચે ખનિજ કરાર પર હસ્તાક્ષર: 5 વર્ષમાં 20 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય
શિનોર હની ટ્રેપ કેસમાં મુખ્ય આરોપી આશિક પઠાણને 27 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ
US સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કર્યાના કલાકો પછી ટ્રમ્પે 10% ટેરિફ ફરીથી લાદવાની જાહેરાત કરી
લિંબાયતના રુદ્ર પેલેસમાં કરુણ અકસ્માત,દીકરીને બચાવતા માતાનું મોત, પુત્રી સારવાર હેઠળ
કાલોલ તાલુકાના એરાલ ઓડ ફળિયા ખાતે સીડી પરથી પડી જતા 29 વર્ષીય યુવાનનું મોત
કોંગ્રેસ વિરુદ્ધ દેશભરમાં ભાજપનો વિરોધ: રાહુલને કાળા ઝંડા બતાવાયા, કોંગ્રેસના પૂતળા બાળ્યા
પ્રતાપુરા ચોકડી પાસે સળિયા ભરેલા ટ્રેક્ટરની ટક્કરથી બાઇક સવાર 64 વર્ષીય ઇસમનું મોત
પાવાગઢ યાત્રાધામ ખાતે આગામી બે માસ સુધી રવિવારે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
સન ફાર્મા રોડ પર કોર્પોરેશનનું બુલડોઝર ફર્યું, જાદેશ્વર નગરના રહેણાંક મકાનો જમીનદોસ્ત
“NO DRUGS” અભિયાન હેઠળ કડોદરા સુરત રોડ પર રેડ
ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર દંપતી સામે વધુ બે ઠગાઈની ફરિયાદ
ખોડિયાર નગર ઓમકારા ફ્લેટના રહીશોનો પૂર્વ ઝોનની કચેરીમાં ઉગ્ર વિરોધ :
નટુભાઈ સર્કલ પાસે ‘મોતનો ખાડો’, તંત્રે બેરિકેs મૂકી સંતોષ માન્યો; હજારો લિટર પીવાનું પાણી વેડફાયું
૮ વર્ષ જૂના મારામારીના કેસમાં મહિલા સહિત ત્રણ આરોપીઓને કાલોલ કોર્ટ દ્વારા શંકાનો લાભ
હાલોલ જીઆઇડીસીમાં ગુણી સાપનું સફળ રેસ્ક્યુ
બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મોટો વળાંક દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

ટીવી. નું માધ્યમ અનેક ટેલેન્ટનું શો કેસ બની ગયું છે. ફિલ્મવાળાઓ હવે ઘણીવાર ટી.વી.માંથી પોતાના કલાકારો શોધી લે છે. આજકાલ તો ઓટીટી પ્લેટફોર્મ માટે પણ ઘણી ફિલ્મો બને છે એટલે ટી.વી. પર લોકપ્રિય મેળવનારાઓને ટી.વી. પર જ લોકપ્રિયતા રિન્યુ કરવાનો મોકો મળે છે. દિગંગના સૂર્યવંશી અત્યારે એવું જ અનુભવી રહી છે. તે માત્ર સાત વર્ષની હતી ત્યારે ‘કયા હાદકા કયા હકીકત’ ટી.વી. સિરીયલમાં આવેલી. પછી ‘શકુંતલા’, ‘કૃષ્ણ અર્જુન’, ‘રૂક જાના નહીં’ જેવી સિરીયલો વડે તે પ્રેક્ષકોની આંખે ચડી ગઇ અને ‘એક વીરકી અરદાસ વીરા’માં મુખ્ય ભૂમિકા મળતાં તે એકદમ મશહુર થઇ ગઇ. બસ, ત્યાર પછી તો તેના માટે ફિલ્મના દરવાજા પણ ખૂલી ગયા.
‘ફ્રાયડે’ અને ‘જલેબી’ ફિલ્મમાં તે આવી. તમે કહી શકો કે ‘કબૂલ હૈ’ તેની છેલ્લી સિરીયલ હતી જેમાં તેણે નુઝહત અહેમદ ખાનની ભૂમિકા ભજવેલી. વિત્યા પાંચ વર્ષથી તે ફિલ્મો સિવાય કશું કરતી નથી. મૂળ મધ્યપ્રદેશની પણ મુંબઇમાં જ ઉછરેલી – ભણેલી દિગંગના તેલુગુ ફિલ્મ ‘હિપ્પી’ની મુખ્ય હીરોઇન રહી ચુકી છે અને ‘હિપ્પી’ના વર્ષે એટલે કે ૨૦૧૯ માં જ તે તમિલ ફિલ્મની પણ હીરોઇન રહેલી. હવે તે ‘બેટલ ઓફ ભીમા કોરેગાંવ’ની રાહ જોઇ રહી છે જેમાં તે અર્જૂન રામપાલ સાથે દેખાશે. અત્યારે આ ફિલ્મના પોસ્ટ પ્રોડકશનનું કામ પૂરું થઇ ચુકયું છે અને આ ૧૭મી સપ્ટેમ્બરે રજૂ થવા તૈયાર છે.
દિગંગના આ ફિલ્મથી ખૂબ ખુશ છે કારણકે તેનો વિષય પણ જોરદાર છે અને અત્યારે વોર ડ્રામાવાળી ફિલ્મો લોકોને ગમી રહી છે. ટી.વી. થી ફિલ્મોમાં કામ કરો ત્યારે શરૂમાં અસલામતી લાગે કારણ કે ફિલ્મની દુિનયા મોટી છે ને સ્પર્ધા ય વધુ છે. પણ તેણે નકકી કરેલું કે પૂરી મહેનત લગાવી દેવાની પછી પરિણામની અપેક્ષા કરવાની. ટી.વી. પર લોકપ્રિય થયા પછી ફિલ્મમાં તક મળે ત્યારે ટી.વી. સિરીયલના નિર્માતા વધુ સારી ઓફર લઇને આવે. એવા વખતે ‘શું કરું – શું ન કરું? ની મુંઝવણ થાય પણ દિગંગણા ફિલ્મો બાબતે કોઇ બાંધછોડ કરવા માંગતી ન હતી અને તેથી જ આજે તેની પાસે ‘સીટીમાર’ જેવી ફિલ્મ પણ છે.
પોતે ફિલ્મોદ્યોગમાં બહુ ઓછાને જાણે છે તો પણ કામ મળે છે. પોતાના અભિનયને જ તે કાર્ડની જેમ વાપરવા માંગે છે એટલે જ ‘ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ’ની તે રાહ જોઇ રહી છે. સાઉથની ફિલ્મોમાં કામ કરવાનો તેને વાંધો નથી પણ પોતાની જગ્યા તો તે હિન્દીમાં જ બનાવવા માંગે છે. તે કહે છે કે સારી ફિલ્મ કરવી એ જ મારું લક્ષ્ય છે. પોતે પોતાના કામથી ખુશ થવાનું શીખી નથી કારણ કે તેણે ઘણી મજલ કાપવી છે. દિગંગના અભિનેત્રી તો છે પણ અત્યાર સુધીમાં લેખિકા તરીકે તેના બે પુસ્તક આવી ચુકયા છે. અત્યારે તો જોકે તેલુગુ ફિલ્મ ‘વાલાયમ’ ઉપરાંત અન્ય એક ફિલ્મ અને હિન્દીની ‘ડાર્ક પાથ’માં રોકાયેલી છે. પાંચેક ફિલ્મો પાસે હોવી કાંઇ ઓછી ન કહેવાય. દિગંગના પોતે પણ ખુશ છે પણ મજલ લાંબી છે.