Top News

More Posts

   The Latest

Most Popular

દેશ બદલવા નીકળેલા લોકો દેશની ચિંતા કરવાના બદલે રોડ-રસ્તા-ગલીઓ-શહેર-અને કોંગ્રેસે બનાવેલી યોજનાઓના નામ બદલીને હવે સંતોષ માણી રહ્યા છે. મોદીજી ગેમ ચેન્જર નહીં પણ નેમ ચેન્જર બની રહી ગયા છે. રમત ગમતમાં દેશનું નામ રોશન કરનારનું નામ આપવું યોગ્ય જ છે, તો હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ વિશ્વકપ જીતાડનાર કપિલદેવ કે ધોની અથવા તેંડુલકર રાખી દેવું જોઈએ., તેવું પ્રદેશ કોગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું. જયરાજસિંહ પરમારે વધુમાં કહ્યું હતે કે ખરેખર રમત ગમતના ખેલાડીઓના નામકરણ કરો એની સામે વાંધો ના હોઈ શકે પણ પૂર્વગ્રહયુક્ત નિર્ણયો દેશની જનતાને ખૂંચે છે. ઇકાના સ્ટેડિયમનું અટલ બિહારી બાજપાઈ અને ફિરોઝશા કોટલા સ્ટેડિયમનું નામ અરુણ જેટલી કર્યું છે, તો બાજપાઈ અને જેટલીએ શું 100 સદી, 1000 વિકેટ અને એક લાખ રન ફટકાર્યા છે ? તો તેમના નામ રાખવામાં આવ્યાં છે ?

To Top