Madhya Gujarat

કોરોના ગાઇડલાઇનના સરેઆમ ધજાગરા, વિના માસ્કે લોકો ઉમટ્યાં

છોટાઉદેપુર: આસો નવરાત્રિના ચોથા નોરતે આજે યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે નવરાત્રિની સાથે સાથે રવિવાર હોવાથી 4 લાખ લોકો ભક્તો ઉમટી પડ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ભક્તો આવતા પાવાગઢમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વિના જ જોવા મળ્યા હતા. જેના પગલે તંત્ર અસમંજસની સ્થિતિમાં મૂકાઇ ગયું હતું.

મંદિરના દ્વાર ખુલ્લા મુકતાની સાથે જય મહાકાળીના જય ઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. માતાજીના ગત મોડી રાત્રીથી ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતા આજે 4 લાખ જેટલા માઇ ભકતોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓને વ્યસ્થિત રીતે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરી હતી. પંચમહાલ જિલ્લા કલેક્ટરના જાહેરનામાને પગલે ખાનગી વાહનો પર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જેથી એસટીની ટ્રીપો વધારી દેવામાં આવી હતી. જોકે, યાત્રાધામ પાવાગઢ સાથે યાત્રિકોને એટલો બધો પ્રવાહ એટલો બધો વધ્યો હતો કે, એક સમયે એસટી વિભાગ વાળા તેમણે એસટી બસ યાત્રિકોને પાવાગઢ તળેટી બસ સ્ટોપથી માચી ડુંગર સુધી લઇ જવા માટે એસટી બસ બંધ કરવી પડી હતી. જોકે, અડધા કલાક પછી એસટી બસ ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી. એસટી બસ વિભાગ દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ ગત રાત્રીના 2 વાગ્યાથી આજે બપોરના એક વાગ્યા સુધી અવિરત 55 એસટી બસ દોડાવવામાં આવી હતી. અને 2000 ટ્રીપ થઇ હતી. જેના કારણે એસટી વિભાગને આજે 11 લાખ રૂપિયાથી વધુની આવક થઇ છે.

Most Popular

To Top