ગુરુજીએ પ્રવચનની શરૂઆત કરતાં જ કહ્યું, ‘આજે એક વાર્તાથી શરૂઆત કરું છું. એક આંબાનું ઝાડ હતું.તેની પર ઘણી બધી કેરીઓ લટકતી હતી.બધી...
‘દટાયેલાં મડદાં બહાર કાઢવાં’ જેવો રૂઢિપ્રયોગ જૂના જખમને ફરી ફરીને ખોતરવાના એટલે કે જૂની, અણગમતી યાદોને વારેવારે તાજી કરવાના અર્થમાં વપરાય છે,...
છેલ્લી બે સદીમાં કોરોનાએ અનેક દેશને એવો માર માર્યો છે કે જેની કળ વળવી મુશ્કેલ છે. કોરોનાની બે લહેરને કારણે અનેક દેશોમાં...
વડોદરા : કોરોના કાળ માં કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી શહેરના નાગરિકો વ્યવસ્થા માટે ફંડ આપવામાં આવ્યું હતું. પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠ...
પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લનું નિધન થયું છે. સિદ્ધાર્થ શુક્લ 40 વર્ષના હતા. ગુરુવારે સવારે તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ચિકિત્સકોએ તેને મૃત...
વડોદરા : વડોદરા શહેરમાં એક તરફ કોરોના મંદ પડ્યો છે.બીજી તરફ ડેન્ગ્યુ, ચિકનગુનિયા મેલેરિયા જેવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ ધીમે ધીમે માથું...
વડોદરા : ભાજપના મહિલા કોર્પોરેટર ની એનિવર્સરી માં કેક કટિગ કરતા પતિ સહિત શુભેચ્છક કાર્યકર્તાઓએ માસ્ક નહિ પહેરી સોશિયલ ડિસ્ટન્ટ નહીં જાળવી...
સીંગવડ: સીંગવડની મામલતદાર ઓફિસમાં મામલતદાર ની કાયમી નિમણૂક નહીં કરાતા સીંગવડ તાલુકાના પ્રજાને તકલીફ પડતી હોય છે. જ્યારે સિંગવડ તાલુકા માં આજે...
પાદરા: પાદરા વડુ પંથકમાં શ્રાવણનો જુગાર રમતા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી હતી. જેમાં પાદરા માં ચાર , વડુ માં નવ,...
વડોદરા: શહેરના સનફાર્મ રોડ પર ઓટો ગેરેજ અને તેની બાજુમાં જાડેશ્વર વસાહતમાં મોડી રાત્રે એકાએક આગ ફાટી નીકળી હતી.ઓટો ગેરેજ માં...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા સંસ્થાઓને ફાળવવામાં આવેલા પ્લોટ પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે વરિષ્ઠ નાગરિકોની સંસ્થા એજ કેર ફેડરેશનના પાંચ...
આણંદ : પેટલાદ શહેરમાં આવેલી પેટલાદ તાલુકા ખેતી વિકાસ ઔદ્યોગિક મંડળીની આશરે 30 ગુંઠા જેટલી જમીન બારોબાર ભુમાફિયાઓએ વેચી દીધી હતી. આ...
આણંદ : આણંદ જિલ્લામાં જન્માષ્ટમીના દિવસથી વરસાદી વાદળો ઘેરાયા બાદ છુટક-છુટક વરસાદી ઝાપટાં પડતાં હતાં. પરંતુ બુધવારના રોજ મેઘરાજા મન મુકીને વરસ્યા...
નડિયાદ: નડિયાદમાં રહેતી પરણિતાને લગ્નના ૨૦ જ મહિનામાં સાસરિયાઓએ વધુ કરિયાવરની માંગણી કરી પરેશાન કરી હતી અને કેનેડા ગયેલા પતિએ પત્ની સાથે...
આણંદ : અમદાવાદથી વિરસદ કારમાં જતાં પરિવારને તારાપુર પાસે ટ્રક ટક્કરે અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે કાર પલ્ટી જતાં તેમાં સવાર પરિણીતાનું...
આણંદ : ઉમરેઠમાં છેલ્લા વીસેક દિવસથી પોલીસ સ્ટેશન તથા આસપાસનાં વિસ્તારમાં એક કપિરાજએ આતંક મચાવ્યો હતો. ટીઆરપી જવાન સહિત લગભગ પાંચેક વ્યક્તિને...
હવામાન ખાતાની આગાહીને ખોટી ઠરાવતા ઓગસ્ટ મહિનામાં દેશમાં 24 ટકા ઓછો વરસાદ પડયો હતો, પણ તાજા આગાહી મુજબ એવી અપેક્ષા છે કે...
આમ જનતાને મફતમાં સરળતાથી વેક્સિંગ મળી રહે એ માટે સરકાર કમર કસી રહી છે. ત્યારે પીપોદરા જીઆઇડીસીમાં ફેક્ટરીમાં કામ કરતાં કામદારોને વેક્સિન...
ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીનાં કારણે દોઢ વર્ષથી વાસ્તવિક શિક્ષણથી દૂર રહેલાં ૬ થી ૮ ધોરણનાં વિદ્યાર્થીઓ માટે આવતીકાલથી શાળાઓ શરૂ કરવામાં આવશે....
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટિંગ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇની અધ્યક્ષતામાં પ્રભારી ભરતભાઇ રાઠોડ, કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત...
જંબુસર તાલુકાના જંત્રાણ ગામના સઈદભાઈ ખીલજી હાલમાં યુકેમાં બિઝનેસમેન તેમજ ઇન્ટરનેશનલ ટેક્સટાઈલ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન છે. તેમને માદરે વતનની યાદ આવતાં અનેક રીતે...
જંબુસર નગરના ઋણ તળાવ વિસ્તારમાં છેલ્લા એક માસથી પાણી નહીં મળતાં હવે બહેનો રણચંડી બની ગઈ છે. જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાં...
માંડવી તાલુકાના સાલૈયા ગામે જમીનના ઝઘડામાં બાબતે દિયર ઉશ્કેરાટમાં આવી ભાભીને માથાના ભાગે કુહાડી વડે હત્યા કરી ભાગી છૂટ્યો હતો. પરંતુ પોલીસે...
સોનગઢના માંડળ ટોલપ્લાઝા પર સ્થાનિક કોમર્શિયલ વાહનો પાસેથી બુધવારે ફરીથી ટોલ ટેક્ષ વસુલવાનું શરૂ કરાયું હતું. જેના કારણે ટોલનાકા પર વાહનચાલકો અને...
સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ અને ભાઠા વચ્ચે...
ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિમિટેડની ૮૫મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પટાંગણમાં પ્રમુખ મનહર પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભા...
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વધતી જતી કિંમતોને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, ખેડૂતો, નાના...
લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) રાંધણ ગેસના બાટલાના ભાવ સબસિડાઈઝ્ડ સહિતની તમામ કૅટેગરીમાં બુધવારે બાટલા દીઠ 25 રૂપિયા સુધી વધ્યા હતા. બે મહિના...
દિલ્હીમાં બુધવારે સવારે 8:30 વાગ્યે સમાપ્ત થતા 24 કલાકમાં 112.1 મીમી વરસાદ નોંધાયો હતો. જે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા 19 વર્ષમાં એક દિવસમાં...
લીડ્સ ટેસ્ટમાં પરાજીત થયા પછી ભારતીય ટીમ વાપસી કરવાની કવાયતમા જોતરાઇ છે અને ગુરૂવારથી અહીં ઓવલમાં શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટમાં જ્યારે...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
ગુરુજીએ પ્રવચનની શરૂઆત કરતાં જ કહ્યું, ‘આજે એક વાર્તાથી શરૂઆત કરું છું. એક આંબાનું ઝાડ હતું.તેની પર ઘણી બધી કેરીઓ લટકતી હતી.બધી કેરીઓ એકબીજા સાથે મસ્તીમજાક કરતી અને મજા કરતી.થોડા દિવસમાં બધી કેરીઓ બરાબર પાકી ગઈ અને આંબાનો માલિક આવ્યો અને બધી કેરીઓ તોડીને ટોપલામાં ભરવા લાગ્યો. એક કેરીને પોતાના આંબાના ઝાડ સાથે રહેવાનો બહુ મોહ હતો એટલે તે કેરી પાંદડાઓની વચ્ચે એવી રીતે છુપાઈ ગઈ કે કોઈ તેને જોઈ ન શકે અને તોડીને લઇ ન જઈ શકે.

આંબાના માલિકને તે કેરી દેખાઈ નહિ એટલે તે તો બીજી બધી કેરીને લઈને જતો રહ્યો અને આંબા પર પેલી કેરી એકલી રહી ગઈ અને કેરીએ રાહતનો શ્વાસ લીધો કે હવે તેને આંબાના ઝાડથી કોઈ જુદું નહિ કરી શકે.તે કેરી ખુશ થઇ ગઈ. થોડા દિવસ તો કેરી આંબાના ઝાડ પર એકલી આનંદથી ઝૂલતી રહી.પણ પછી તેને પોતાની બીજી સાથી કેરીઓની યાદ સતાવવા લાગી.એકલું એકલું લાગવા લાગ્યું,તેને સમજાયું કે આંબાના ઝાડ સાથે રહેવાના મોહમાં તેણે પોતાના સાથીઓનો સાથ ગુમાવ્યો છે અને તે એકલી પડી ગઈ છે.તેણે વિચાર્યું કે ‘લાવ જાતે જ નીચે કૂદી જાઉં અને પોતાના સાથીઓની સાથે થઇ જાઉં.’પણ આંબાના ઝાડનો મોહ તેને નીચે કૂદવા દેતો ન હતો.’
આમ ને આમ સમય પસાર થવા લાગ્યો અને એકલી પડેલી કેરી એકલતામાં સુકાવા લાગી.આંબાનો મોહ છોડી સાથીઓ પાસે જવું કે અહીં જ રહેવું તે નક્કી નહોતી કરી શકતી અને ચિંતામાં અડધી થઈ રહી હતી.ધીરે ધીરે તેના રસ-કસ સુકાવા લાગ્યા અને માત્ર છાલ અને ગોટલી બાકી રહ્યા અને એક દિવસ પવનની ઝાપટ લાગતાં સુકાયેલી કેરી આંબા પરથી તૂટીને નીચે જમીન પર પડી ગઈ.તેનું કોઈ અસ્તિત્વ જ રહ્યું ન હતું.તે વિચારવા લાગી કે આંબાના ઝાડની સાથે જ જોડાઈ રહેવાના મોહમાં અંધ થઈને તે જીવનમાં કોઈને ઉપયોગી ન થઇ. કોઈને પોતાના સ્વાદનો આનંદ ન આપી શકી અને એ જ જીવન વેડફાઈ ગયું અને પોતે સાવ નકામી બની ગઈ.
આ વાર્તા કહીને ગુરુજીએ આગળ સમજાવ્યું, ‘ જરૂરતથી વધારે મોહ જીવનને નકામું બનાવી દે છે.કહે છે કે જીવનમાં આગળ વધવા..ક્યાંક પહોંચવા જ્યાં હોઈએ ત્યાંથી આગળ વધવું પડે છે.સફળ થવા માટે ઘર, પરિવાર, સ્વજનોનો મોહ પણ છોડવો પડે છે અને તમારે આરામદાયક, મનગમતા,સહેલા લાગતા ક્ષેત્રનો પણ મોહ છોડી થોડી તકલીફો અને પડકારોનો સામનો કરવા સજ્જ બનવું પડે છે.જો તેમ ન કરીએ અને ખોટા મોહમાં બંધાયેલા રહીએ તો જીવન કેરીની જેમ નકામું વેડફાઈ જાય છે.’ ગુરુજીએ એક નાની વાર્તા સાથે શિષ્યોને સમજ આપી કે મોહમાં બંધાવું નહિ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.