Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : કારેલીબાગના પીએસઆઈને બચકા ભરનાર કુખ્યાત બૂટલેગર હસન સુન્નીએ ચકચારી વીડિયો વાયરલ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મનોજ કહાર, ચંદુ સાથે હસન સુન્નીની િત્રપુટી મળીને દારૂ-બિયરનો ધંધો પોલીસની મીઠી નજર હેઠળ કરવાનો વીડિયો હસને વાયરલ કર્યો હતો. પીઆઈ તથા તેમના અંગત સ્ટાફે જ મોટાપાયે દારૂ વેચવા જણાવતા હોવાની ચોંકાવનારી વિગત જણાવતા હસને તો શરાબીઓને ખુલ્લેઆમ તેના અડ્ડા પર દારૂ-બિયર લેવા આમંત્રણ આપે છે. પોતાનો દારૂ પકડાય છે છતાં પોલીસ પર આળ ઢોળતા હસને પોતે જ સામે ચાલીને નજીવો જથ્થો પકડાવી દેતો હોવાની શેખી મારતો હતો. પોલીસ ખાતાની આબરૂના સરાજાહેર ધજાગરા ઉડાડવા ડિસ્ટ્રીશીટરો દારૂ-બિયરના ભાવ પોતાના ફોન નંબર સાથે જણાવ્યા હતા.

હસન સુન્નીના વીડિયો વાયરલથી પોલીસ અને પ્રજા બંને સ્તબ્ધ બની ગઈ છે. એક સંસ્કારી નગરજને તો એવું જણાવ્યું કે, આવા અસામાજિક તત્વો આ હદે પોલીસ ખાતા ઉપર લાંછન લગાડે છે કેટલી ઊંચી વગ હશે કે પીઆઈ, એસીપી સુધીના અિધકારીઓ આંગળી સુદ્ધા અડાડી શકતા નથી. કારેલીબાગ પોલીસ સાથે મજબુત સાંઠગાંઠ હોવાનું ખુલ્લેઆમ જાહેર કરી શકે તે બાબત અંગે જાત-જાતના તર્ક-વિતર્ક ઊભા થયા છે. પોલીસ કડકાઈભર્યા પગલાં ભરે તો આવા તત્ત્વો માથું ઊંચકીને સરાજાહેર તંત્રને બદનામ જ ના કરી શકે.

To Top