Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: પર્યુષણ પર્વનો આજે છેલ્લો દિવસ હિન્દુઓ જેમ ગણેશ ચતુર્થી હોય છે તેમ જૈન ધર્મમાં આને સંવત્સરી પર્વ કહેવાય છે . આજે આખા વર્ષમાં ૩૬૫ દિવસમાંથી 364 દિવસ એક બાજુ અને આજનો  દિવસ બીજી બાજુ  આ દિવસ જૈનો ખૂબ  ધામધૂમથી ઉજવે છે આજના દિવસે ગુરૂ ભગવંતો ઉપાશ્રયની અંદર બારસાસૂત્રનું વ્યાખ્યાન કરતા હોય છે અને બપોરે પ્રતિક્રમણ કરવામાં આવે છે આને સંવત્સરી પ્રતિક્રમણ કહેવાય છે .જે આખા વર્ષમાં એક જ વાર કરવામાં આવતું હોય છે .

વલ્લભ સુરી સમુદાય ના વર્તમાન ગછાધિપતી  ધર્મધુરંધરસુરી મહારાજ ના આજ્ઞાનુવર્તી  આચાર્ય વિદ્યુત રત્ન સુરી અને ઉપાધ્યાય યોગેન્દ્ર વિજય મહારાજ સાહેબ ની નિશ્રામાં આજે સંવતસરી પ્રતિક્રમણ શ્રી ઈન્દ્રપુરી જૈન સંઘ આજવા રોડ ,મહાવીર હોલ ચાર રસ્તા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શ્રાવકો મોટી સંખ્યા માં પ્રતિક્રમણ કરતા દૃષ્ટિગોચર થાય છે.ચોથના દિવસે મોટી સંખ્યામાં લોકો પૌષધ પણ કરતા હોય છે અને જે તપસ્યાઓ કરી હોય એ તપશ્ચર્યાના તપસ્વીઓનું બહુમાન પણ થતા હોય છે અને  પાંચમના દિવસે આ બધા તપસ્વીઓ ને પારણા કરવામાં આવ છે.

એક મહિના એકવીસ દિવસ,અગિયાર દિવસ કે આઠ દિવસ ના ઉપવાસના છેલ્લો દિવસે આઠમા ઉપવાસમાં સવારે ખીર ખાવામાં આવેછે ત્યાર બાદ આખો દિવસ કશુજ ખાવામાં આવતું નથી.સિદ્ધ તપ તેમજ મોક્ષદંડ તપ આઠમા દિવસે કરવામાં આવશે.  શહેરના 33  દેરસરોમાં આઠમના દિવસે ભગવાન મહાવીર જૈનની શોભાયાત્રા નીકળશે અને ઉપવાસ કરનાર જૈન સાધુ સાધ્વીઓ સહિત તાપસ્વીઓનાં  પારણા કરાવશે.

To Top