National

શાસ્ત્રીની બેજવાદારી ટીમને ભારે પડી: શાસ્ત્રીને જવાબદાર ગણીને ક્રિકેટ ચાહકોએ ટ્વિટર પર ગુસ્સો ઠાલવ્યો

માન્ચેસ્ટર : ઇંગ્લેન્ડ (england) સામેની પાંચમી ટેસ્ટ (5th test) રદ કરવી પડી અને તેના કારણે ભારતીય ટીમ (Indian cricket team) સીરિઝમા 2-1થી આગળ હોવા છતાં હવે સીરિઝનું ભાવિ અદ્ધરતાલ રહ્યું છે અને તેના પગલે ક્રિકેટ ચાહકોએ રવિ શાસ્ત્રી (ravi shastri book launch)ને તેના માટે જવાબદાર ગણીને ટ્વિટર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

ચોથી ટેસ્ટ શરૂ થવાના બે દિવસ પહેલા શાસ્ત્રીનો બુક લોન્ચ કાર્યક્રમ (program) યોજાયો હતો અને એ કાર્યક્રમ પછી જ શાસ્ત્રીને કોરોના થયો હતો. આ કાર્યક્રમમાં શાસ્ત્રીની સાથે જ કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) , વાઇસ કેપ્ટન અજિંકેય રહાણે (Rahane), ચેતેશ્વર પુજારા (Pujara), જસપ્રીત બુમરાહ (bumrah), શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ અને અન્ય સપોર્ટ સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા. બીસીસીઆઇએ આ ઘટના અંગે જે તે સમયે જ નારાજગી દર્શાવી હતી. શાસ્ત્રી, ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટને તે સમયે બીસીસીઆઇ સખત શબ્દોમાં વઢ્યું હતું. હવે જ્યારે પાંચમી ટેસ્ટ રદ થઇ છે ત્યારે ફરી એકવાર લોકોએ ઇવેન્ટને લગતા ફોટાઓ શેર કરીને શાસ્ત્રી સામે પગલાં ભરવાની માગ ઉઠાવી છે.

શાસ્ત્રીના બુક લોન્ચ કાર્યક્રમમાં તમામ પરવાનગી વગર ગયા હતા
રવિ શાસ્ત્રીના બુક લોન્ચ કાર્યક્રમમાં હાજર રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ દ્વારા એ કાર્યક્રમમાં જવા અંગે બીસીસીઆઇ પાસેથી કોઇ પરવાનગી લેવાઇ નહોતી. તેમની આ હરકત પર બીસીસીઆઇએ નારાજગી દર્શાવી હતી. આ બાબત એ દર્શાવે છે કે શાસ્ત્રી અને ખેલાડીઓ સહિતના તમામે કોરોનાની સ્થિતિને ધ્યાને લીધી નહોતી અને ગંભીર બેદરકારી દાખવી હતી.

બોર્ડ આ સમગ્ર પ્રકરણની તપાસ કરશે, કોચ-કેપ્ટન પાસે સ્પષ્ટતા માગી
બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું હતું કે બોર્ડ સમગ્ર પ્રકરણની તપાસ કરશે. આ ઘટનાને પગલે બોર્ડ પોતે શરમ અનુભવી રહ્યું છે. શાસ્ત્રીને કોરોના થયા પછી ચોથી ટેસ્ટ બાદ કોચ અને કેપ્ટનને તે અંગે સ્પષ્ટતા કરવા કહેવાયું હતું, જો કે તેમણે પોતાની સફાઇમાં શું કહ્યું તે હજુ જાહેર થયું નથી. આ સમગ્ર પ્રકરણમાં ટીમના વહીવટી મેનેજર ગીરીશ ડોંગરેની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે.

Most Popular

To Top