Top News

More Posts

   The Latest

Most Popular

ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10ના નગરસેવક ફહીમ શેખ અને બજારના વેપારીઓએ મળીને સોમવારના રોજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઑફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં ભરૂચ શહેર નગરપાલિકાની હદમાં આવતા તમામ રોડ રસ્તાઓની સમસ્યાઓનો ચિતાર રજુ કરી ભરૂચ શહેરના રસ્તાના સમારકામની માંગણી કરી હતી. આવેદનમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 10ના તમામ રસ્તાઓ ચોમાસા દરમિયાન બિસ્માર બન્યા છે.

જેને વહેલી તકે સમારકામ કરવાની માંગણી કરાઈ હતી. તે સાથે ચારરસ્તા, ગાંધીબજારથી ફાટાતળાવના રસ્તાનું અને ડ્રેનેજ લાઇનનું કામ હાલ ચોમાસાને કારણે બંધ કરવામાં આવ્યુ હતું. જેને તાત્કાલિક ધોરણે શરૂ કરી અને તે કામગીરી પૂર્ણ કરવાની રજૂઆત પણ કરાઈ હતી.

To Top