SURAT

અશરફ નાગોરી કોલકાતાથી નવાપુર આવ્યો હતો, બાંગ્લાદેશ ભાગવાની ફિરાકમાં હતો અને ઝડપાયો

સુરત: (Surat) શહેરમાં ગુનાખોરીમાં આતંક મચાવનાર અશરફ નાગોરી (Ashraf Nagori) સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. છેલ્લા 9 મહિનાથી નાસતા ફરતા અશરફ નાગોરીને ગઈકાલે એટીએસે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર (Gujarat Border) ઉપર નવાપુરમાંથી ઝડપી પાડ્યો હતો. અશરફ નાગોરી બાંગ્લાદેશ ભાગવાની ફિરાકમાં હતો. એટીએસ દ્વારા અશરફ નાગોરીની પૂછપરછ કરી 24 કલાક બાદ સુરત પોલીસને (Surat Police) સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનમાં ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડર ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ હેઠળ ગત 11 જાન્યુઆરી, 2021ના રોજ કુખ્યાત અને માથાભારે મોહમ્મદ અશરફ નાગોરી મો.ઇસ્માઈલ નાગોરી (રહે., રામપુરા પસ્તાગીયા શેરી, લાલગેટ) સુરતથી પશ્ચિમ બંગાળ ભાગી ખોટા નામે રહેતો હતો. ત્યાંથી બે ત્રણ મહિના બાદ મહારાષ્ટ્રના નવાપુર ભાગી ગયો હતો. છેલ્લા 9 મહિનાથી નાસતો ફરતો હતો. એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર.જાદવને તે નવાપુર ખાતે હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે આરોપી અશરફ નાગોરીને ઝડપી પાડ્યો હતો. એટીએસ દ્વારા અશરફ નાગોરીની પૂછપરછ કરી 24 કલાક બાદ સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. એટીએસનાં સૂત્રોના જણાવ્યા મુજબ અશરફ નાગોરી કોલકાતા ભાગી ગયો હતો. ત્યાંથી નવાપુર પાછા આવ્યો હતો. અશરફ કોલકાતાથી બાંગ્લાદેશ ભાગવાની ફિરાકમાં હતો.

હસમુખ લાલવાલા પર ફાયરિંગ, જેહાદી કાવતરાં તથા 11 પિસ્તોલના આર્મ્સના ગુના તેની સામે નોંધાયેલા છે
અશરફ નાગોરી ચોક બજાર, લાલગેટ, ક્રાઈમ બ્રાંચ સહિત 24 જેટલા ગુનામાં સંડોવાયેલો છે. અશરફ નાગોરી અગાઉ 2003માં સુરત તથા અમદાવાદમાં પોટા હેઠળ પકડાયો હતો. વર્ષ-2013થી 2015 માં સુરત પોલીસે પાસા હેઠળ પકડ્યો હતો. 2005થી 2010 દરમિયાન સુરતમાં હસમુખ લાલવાલા ઉપર ફાયરિંગ કેસમાં 7 વર્ષની સજા થઈ હતી. અમદાવાદ શહેરમાં વર્ષ 2003 માં જેહાદી કાવતરાના ગુનામાં પોટા હેઠળ પકડાયો હતો. જેમાં અશરફ સિવાય બીજા 54 આરોપી પકડાયા હતા. જેમાં તે 7 વર્ષ જેલમાં રહ્યો હતો. અશરફ નાગોરી અગાઉ હસમુખ લાલવાલા, જેહાદી કાવતરાં તથા 11 પિસ્તોલના આર્મ્સના ગુના જેવા અસંખ્ય ગંભીર ગુનાઓમાં પકડાયો હતો.

Most Popular

To Top