નવસારી, ઘેજ : ચીખલી પોલીસ મથક (Police station)માં વઘઇના બે આદિવાસી યુવકો (tribal youth)ના શંકાસ્પદ મોત (mysterious death)માં હત્યા (murder)ના આરોપી તત્કાલિન...
દાહોદ: લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા લીમડી પોલીસને ભરૂચ જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ લૂંટના ગુના છેલ્લા 14 વર્ષથી નાસતા...
દાહોદ: ગરબાડા તાલુકાના નેલસુર ગામની મુખ્ય પ્રાથમિક શાળા નો જર્જરિત ઓરડો તારીખ 21 ના સાંજના એકાએક ધરાશાયી થયો હતો. સદનસીબે આ ઘટનામાં...
વડોદરા : ગોત્રી પોલીસ મથકના પીઆઈ સુનીલ ચૌધરી પાસેથી ગર્ભશ્રીમંત રાજુ ભટ્ટ અને અશોક જૈનની બળાત્કારના ગુનાની તપાસ આંચકી લેવાઈ હતી. ક્રાઈમ...
જાંબુઘોડા : પાવાગઢ પોલીસે શિવરાજપુર પાસેના ટાઢોડિયા ગામે થી કતલ ના ઈરાદે લઈ જવાતા ૧૦ ગૌવંશ ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ...
વડોદરા : શહેરના ઓડનગર અને સમા વિસ્તારમાં બાલાજી ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં ચેરિટી થઈ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે અને...
વડોદરા : વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં વર્ષોથી એજન્સી ચલાવતા ડીજી નાકરાણી અને એમ.જે.સોલંકીના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 750 જેટલા વર્ગ- 3 અને...
વડોદરા : પાંચ વર્ષમાં ક્યારેય લગ્નજીવનનું સુખ માણી શકેલી નહીં શિક્ષિત પરિણીતાનો પતિ નંપુશક જણાયો હતો. દોઢ કરોડ દહેજ અને 1 કરોડના...
સુરત: કડોદરા – નિયોલ ચેક પોસ્ટ પાસે ફોર વ્હીલર (Car) ગાડીમાં મુંબઈથી મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ (Drugs) નો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી...
વડોદરા : વડોદરા શહેરના લહેરીપુરા ન્યુ રોડ ઉપર સુલતાનપુરાની સામે આવેલી વર્ષોજૂની રેશ્મા ટ્રેડર્સ નામની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા અફરાતફરી મચી...
વડોદરા: વડોદરા શહેરમાં રસિકરણ વધારવાના પાલિકા મસ મોટા દાવાઓ કરે છે પરંતુ હકીકત એ છે કે પાલિકાના અણઘડ વહીવટને કારણે રસીકરણની ઝુંબેશને...
વડોદરા: ક્રિકેટની પ્રતિભા માટે વડોદરામાં કોઈ કમી નથી. બરોડામાં ઘણા સારા ખેલાડીઓ છે અને બરોડા જોઈન કરતા મને ખૂબ આનંદ થયો છે...
વડોદરા : વડોદરા શહેરના ખોડિયારનગર તરફથી એરપોર્ટ સર્કલ તરફ જવાના માર્ગે ગુરુવારે રાત્રે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.આ માર્ગ પરથી પસાર થઈ રહેલી...
જ્યોર્જિયાના ભારત સ્થિત રાજદૂત (એમ્બેસેડર) આર્ચિલ ઝુલીઆશ્વિસીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી, ત્યારે જ્યોર્જિયાના એમ્બેસેડરે ગુજરાત સાથે ખાસ કરીને...
કુદરતી આપદામાં પશુ મરે તો પણ ૫૦,૦૦૦ની જાહેરાત અને કોરોના કાળમાં સ્વજન ગુમાવનાર પીડિત પરિવારને પણ માત્ર ૫૦,૦૦૦નું વળતર એટલે પશુ અને...
કોરોના કાળમાં તમામ મોરચે નિષ્ફળ નીવડેલી ભાજપની પૂર્વ સરકારે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે વિધાનસભાનું ટૂંકું ચોમાસુ સત્ર બે દિવસ પૂરતું સીમિત કર્યું...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. બીજી તરફ 12 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રીકવરી રેટ 98.76 ટકા...
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનો શ્રેય કચ્છના મહિલા ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્યને મળ્યો છે. જ્યારે ઉપાધ્યક્ષ પદ માટે કોંગ્રેસ તરફથી ડો....
આગામી તા.27 અને 28મી સપ્ટે. એમ દિવસ માટે વિધાનસભાનું ટૂંકુ ચોમાસુ સત્ર મળી રહ્યું છે. જેમાં વિપક્ષ દ્વારા કોરોના સહિત વિવિધ મુદ્દે...
સુરત: સુરત આવકવેરા વિભાગની DI વિંગ દ્વારા સુરત અને નવસારીની જાણીતી ડાયમંડ કંપનીના 20 સ્થળો પર કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન કરોડોની...
ગરમીથી રાહત મેળવવા માટે ઠંડાપીણાનો સહારો લેનાર એક યુવકને મોત મળ્યું છે. ચીનમાં આ ઘટના બની છે. અહીં એક યુવાન સખ્ત ગરમીથી...
કોરોના મહામારીના (Covid-19) લીધે ગયા વર્ષે નવરાત્રિમાં (Navratri) ગરબા રમી શકાયા નહોતા, પરંતુ આ વર્ષે તેમ નહીં બને. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું...
ભષ્ટ્રાચારમુક્ત સરકારના અવારનવાર બણગાં ફૂંકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. છાશવારે રાજ્યમાં સરકારી બાબુઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ રહ્યાં...
કોરોના મહામારી બાદ પહેલીવાર અમેરિકાના પ્રવાસે ગયેલા PM નરેન્દ્ર મોદી (PM Modi America Visit) અમેરિકાના નેતાઓ માટે વિશેષ ભેંટ લઈ ગયા છે....
નામ માં શું રાખ્યું છે? લેખક શેક્સપીયરે આ લખ્યું હતું ત્યારે તેની ખ્યાલ નહીં હોય કે ભવિષ્યમાં નામ માટે આંદોલનો છેડાશે. ભારતમાં...
PM નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને પગલે શેરબજારે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. અઠવાડિયાના છેલ્લાં કારોબારી દિવસ શુક્રવારે BSE 60000ની પાર ખૂલ્યું હતું. એક...
ગુજરાત (Gujarat)માં ચોરીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતના મહેસાણા (Maheshana) જિલ્લામાં ચોરોએ મતપેટી પર જ હાથ સાફ કર્યા છે. મતપેટી (Ballot box)ની ચોરીના...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા છે. અહીં તેઓ ગુરુવારે અમેરિકાના મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન કમલા...
વાપી પંથકમાં એક ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. અહીં સંસ્કારી કુટુંબની એક યુવતી સાથે લફંગા યુવકે જાહેરમાં એવી હરકત કરી છે જેના...
શુક્રવારે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (MP Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden) પહેલી વખત રૂબરૂ મળશે, ત્યારે સમગ્ર વિશ્વની...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
નવસારી, ઘેજ : ચીખલી પોલીસ મથક (Police station)માં વઘઇના બે આદિવાસી યુવકો (tribal youth)ના શંકાસ્પદ મોત (mysterious death)માં હત્યા (murder)ના આરોપી તત્કાલિન પીઆઇ (PI) અજીતસિંહ વાળા, કોન્સ્ટેબલ (police constable) શક્તિસિંહ ઝાલા, કોન્સ્ટેબલ રામજી ગયા પ્રસાદ આખરે બનાવના બે મહિના બાદ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને નવસારીથી મળી આવતા ધરપકડ કરી કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
ચીખલી પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં 21 જુલાઇના રોજ વહેલી સવારે ડાંગ જિલ્લાના વઘઇના શ્રમજીવી પરિવારના બે યુવાનો 19 વર્ષીય રવિભાઇ જાદવ અને સુનિલભાઇ પવાર એક જ પંખા નીચે શંકાસ્પદ સ્થિતિમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં શરૂઆતથી જ બનાવને અકસ્માત મોતમાં ખપાવી જવાબદાર પીઆઇ સહિતનાને બચાવવાના મરણીયા પ્રયાસ શરૂ કરી રીતસરના હવાતિયા મરાઇ રહ્યા હતા. બાદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની દરમ્યાનગીરી અને બીજી તરફ ધારાસભ્ય અનંત પટેલ, બીટીએસના મહામંત્રી પંકજ પટેલ, ખાંભડાના રમેશભાઇ સહિતના આગેવાનોએ આવેદનપત્ર, રેલી યોજી દેખાવો કરતા ચારે તરફથી દબાણ વધતા આખરે બનાવના સાત દિવસ બાદ 28 જુલાઇના રોજ તત્કાલિન પીઆઇ અજીતસિંહ વાળા, કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, રામજી ગયા પ્રસાદ, રવિન્દ્ર રાઠોડ સહિતના સામે હત્યા, અપહરણ, એટ્રોસીટી એક્ટની જોગવાઇ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી.

બંને આદિવાસી યુવાનોને જે તે સમયે સ્ટેશન ડાયરીમાં નોંધ કર્યા વિના ગેરકાયદેસર રીતે ગોંધી રાખી વાળા સહિતના આરોપીઓએ ઢોર માર-મારી મારી નાંખી એક જ પંખા નીચે બંનેને લટકાવી દીધા હોવા સહિતના ગંભીર આક્ષેપો થયા હતા. પોલીસ દ્વારા ગુનો નોંધ્યા બાદ આરોપીઓની ધરપકડ કરાતી ન હતી અને બચાવવા માટેની તક અપાતી હોય તેમ લાગી રહ્યું હતું. આ દરમ્યાન સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા આરોપીઓની ધરપકડ માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રજૂઆત કરી હતી. જ્યારે બીજી તરફ ધારાસભ્ય અનંત પટેલ ઉપરાંત આદિવાસી સંગઠનના નેતાઓ દ્વારા પોલીસ મથકનો ઘેરાવો કરવા સહિતની ચીમકી આપી ઉગ્ર આંદોલન શરૂ કરી આક્રમકતા દાખવતા આજે શુક્રવારના રોજ રેંજ આઇજીએ તેડું મોકલાવી બેઠક યોજી હતી. અને જેમાં પણ આરોપીઓની ધરપકડની માહિતી આપવામાં આવી હતી.
આરોપી પોલીસવાળાની જેલમાં મહેમાનગતિ કરાશે કે કેમ તે જોવું રહ્યું
આમ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પોલીસે આરોપી તત્કાલિન પીઆઇ અજીતસિંહવાળા, કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, રામજી ગયા પ્રસાદને નવસારીથી ડીટેઇન કર્યા હતા. જોકે ડીટેઇન કર્યા કે આરોપીઓ પૂર્વ ગોઠવણના ભાગરૂપે શરણે આવ્યા હતા. પરંતુ આખરે બે મહિના બાદ પોલીસને આરોપી પોલીસો મળ્યા ખરા. આરોપીઓના કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરી રિપોર્ટ બાદ ધરપકડ કરાશે. ત્યારે બીજા આરોપીઓની જેમ જેલના સળિયા પાછળ રખાશે કે પછી મહેમાનગતિ કરાશે. તે જોવું રહ્યું. બનાવની તપાસ ડીવાયએસપી બીએસ મોરી કરી રહ્યા છે.