Top News

More Posts

   The Latest

Most Popular

હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. વધારાના આરોગ્યને લગતા સાધનો, શ્રમજીવીઓ માટે વ્યવસ્થા, સેનીટાઈઝેશની કામગીરી માટેના વાહનો અને સાધનો આ તમામ કામગીરી માટે તંત્ર પાસે પણ નાણાકીય અછત વર્તાઈ રહી છે. જેના પગલે સુરત શહેરના ઘણા સમાજસેવકો અને ઉદ્યોગપતિઓ દ્વારા સુરત મહાનગરપાલિકાના એકાઉન્ટમાં રકમ જમા કરાવી રહ્યા છે. સાથે સાથે રાજ્ય સરકારે પણ મનપા તંત્રને ગ્રાંટ ફાળવી છે. રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકાને કોરોના વાયરસ સામે લડત આપવા માટે આજે 1 કરોડની ગ્રાંટની ફાળવણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા શાળાઓમાં રીલીફ કેન્દ્રો શરૂ કર્યા છે. અને ઘણા ગરીબ, શ્રમજીવીઓને ટીફીન વ્યવસ્થા , ફુડ પેકેટની વ્યવસ્થા આપવામાં આવી રહી છે. સાથે સાથે શહેરમાં તમામ સ્થળોએ સેનીટાઈઝેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ કામગીરી માટે જે શહેરીજનો સ્વૈચ્છિકપણે તેઓના ટ્રેક્ટર આપવા માંગતા હોય તે માટેની જાહેરાત પણ મનપાએ કરી છે. મનપા દ્વારા હોમ કોરેન્ટાઈન એરિયામાં પણ પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

To Top