Vadodara

બાલાજી ગ્રૂપની ઓડનગર અને સમાની સાઈટ પર એરપોર્ટ ઓથોરિટી દ્વારા ચેકિંગ

વડોદરા : શહેરના ઓડનગર અને સમા વિસ્તારમાં બાલાજી ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમમાં ચેરિટી થઈ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે અને ઊંચાઈને લઈને રજૂઆત થતાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ બન્ને ટીમો વચ્ચે ચેકિંગ કર્યું હતું. જેમાં મીડિયા દ્વારા કવરેજ કરવા ગયેલા ખાનગી ચેનલના કેમેરામેનને બાઉન્સરો દ્વારા માર મારી મોબાઈલ ઝૂંટવી લેતા મામલો વારસિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો પોલીસે આમને સામને ફરિયાદ લીધી હતી. વડોદરા શહેરમાં બાલાજી ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં ગેરરીતિનો આક્ષેપ લઈને એરપોર્ટ ઓથોરિટીએ સમાં અને વારસિયા ઓડ નગર ખાતે ચેકિંગ કર્યું હતું. જેમાં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર દબાણ તેમજ ઊંચાઈ નો પણ વિવાદ શરૂ થયો છે.

અધિકારીઓએ સ્થળ સ્થિતિનું નિરિક્ષણ કર્યું અને માપણી પણ કરી હતી. એરપોર્ટ ઓથોરિટી ની ટીમ આવવાની હોય તેના મેસેજ મસાજ મીડિયાકર્મી પહોંચ્યા હતા.  ખાનગી ચેનલના કર્મચારી તેની ફરજ બજાવી રહ્યા હતા. ગેટની બહારથી શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એક બાઉન્સર તેને ઈશારો કરી અંદર બોલાવ્યો કેમેરામેન અંદર જતા જ તેના માંણસોએ તેને ઘેરી લીધો હતો. બાલાજી ગ્રુપ ના બાઉન્સરો એ મીડિયા કર્મી મિતેષ શાહ ને પકડી ને માર મારી મોબાઈલ ઝૂંટવી લીધો હતો.ત્યાર બાદ મીડિયા કર્મી પોલીસ ને બોલાવતા વરાસા પોલીસ સ્ટેશન કેમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને બાલાજી ગ્રુપ ના ત્રણ કર્મચારીઓને વારસિયા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

મીડિયા કર્મી પર હુમલાની વાત વાયુવેગે ફરતા અન્ય મીડિયાકર્મીઓ વડનગર ખાતે આવી પહોંચ્યા હતા. મીડિયાનું નાક દબાવવાનો પ્રયત્ન અઘોરા બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો હતો હજુ પણ અઘોરા ગોરખ ધંધા ચાલુ છે. અને વિપક્ષી નેતા અમિત રાવત અને નરેન્દ્ર રાવત ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્યારબાદ વારસિયા પોલીસ મથકે પણ આવી પહોંચ્યા હતા .જ્યાં વિપક્ષ નેતા અમી રાવતે આ બાબતે સ્પષ્ટતા કરી છે કે જગ્યા માં પ્રવેશ કરવાની છે. અઘોરાના બિલ્ડરના કર્મચારીઓ દ્વારા કરી રહ્યા છે તે ત્રિમાસિક પણ તેઓની નથી કોર્પોરેશનની છે. કર્મચારી પર થયેલા હુમલાની ઘટનાને તેઓ કરતા આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. અગાઉ પણ સમા ખાતે એક મીડિયાકર્મીઓ પર હુમલો થયો હતો જેની ફરિયાદ પણ સમા પોલીસ મથકમાં થઈ હતી.

50 બદલે 70 મીટર ઊંચાઈ થયાનો ગંભીર આક્ષેપ?

મહાનગરપાલિકાનું બાંધકામ પરવાનગી શાખામાં ભ્રષ્ટાચાર ચાલે છે. પાલિકા દ્વારા મંજૂરી આપ્યા બાદ તબક્કાવાર માહિતી કોર્પોરેશન , બાંધકામ વિભાગ દ્વારા લેવી જોઈએ. એરપોર્ટ ની આજુબાજુના વિસ્તારમાં 50 મીટરની ઉપર નું બાંધકામ ગેરકાયદેસર કહેવાય. ૫૦ની ઉપર બંધ કામ થઈ શકે નહીં. 50 ને બદલે મીટર 70 મીટર થવાથી કોઇ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? પાલિકા ના જવાબદાર અધિકારીઓને દેખાતું નથી.  અગોરા બિલ્ડર દ્વારા ગોરખધંધા હજુ પણ ચાલુ છે. વડોદરામાં એલ.આઇ.સી.માં 400 કરોડની લોન તાજેતરમાં વિવાદ સર્જાયો છે. અગાઉ વિશ્વામિત્રી ગેરકાયદેસર દીવાલ ચણી છે જે અવરોધ ઊભો થાય એ રીતે ઉભી કરવામાં આવી છે. તેના કારણે વડોદરા શહેરમાં વરસાદ માં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે.

ઓડ નગર ખાતે ઊંચાઈને મામલે વિવાદ થતાં એરપોર્ટ ઓથોરિટીએ માપણી કરવા ખાતે પહોંચ્યું હતું .જ્યારે બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવ્યું એરપોર્ટ ઓથોરિટી કે કોર્પોરેશન દ્વારા તબક્કાવાર ઇન્સ્પેકશન કેમ ન થયુ. ફાયર બ્રિગેડ, કોર્પોરેશન અને એરપોર્ટ ઓથોરિટી ના જવાબદાર અધિકારીઓ એન્જિનિયર જોવાની કે માપણી કરવાની તસ્દી કેમ લીધી નથી. રજા ચિઠ્ઠી કોને આપી કોના નામની છે. ગેરકાયદેસર રીતે અઘોરા બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેની જવાબદારી સહિયારી છે. વડોદરા શહેરના સર્વેસર્વા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ શું કરે છે. શુ તેમને તેમનાજ પાલિકાના અધિકારીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જે નરી આંખે દેખાય તેવો છે શુ તેમને દેખાતો નથી.અઘોરા બિલ્ડર દ્વારા મીડિયાનું નાક દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મિડિયાનું નાક દબાવવા માટે ક્રોસ ફરિયાદ કરવામાં આવી. મિડિયાનું કામ સત્યને ઉજાગર કરવાનું છે જે છૅ તે જ આવશે. ૭૦ મીટરની ઉંચાઈ 50 મીટરની નહીં થઈ જાય.

બાલાજી ગ્રૂપે સરકારી જગ્યામાં બાંધકામ કર્યાનું અમી રાવતનો આક્ષેપ

બાલાજી ગ્રુપ પર અધિકારીઓ અને નેતાઓના ચાર હાથ હોવાના કારણે છેલ્લા કેટલાક વખતે વિવાદોમાં છે. છતાં પણ તેની સામે કોઈ પણ પગલા ભરવામાં આવતાં નથી પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી રહી છેઆવાસ યોજના જે પાલિકા ભાડા પેટે આપતી હોય .છે તેમાં હજુ ઓડનગરનું પ્રીમિયમ નો વિરોધ પણ વિપક્ષ અમી રાવત દ્વારા કરવામાં આવ્યો છે. વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું હતું કે ઓડનગર જ્યાં આવાસ યોજના બની રહી છે તે સરકારી મિલકત કહેવાય બાલાજી ગ્રુપ જે કોર્પોરેશન જગ્યા પર સિક્યુરિટી ગેટ, બાગ બગીચો બનાવવામાં આવ્યો છે. તે પાલિકા દ્વારા તોડી નાખવામાં આવે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને અને એરપોર્ટ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો છે કે ઊંચાઈમાં ગરબડગોટાળા હોવાના કારણે તેમની ટીમ સાથે અંદર જઈને માપણી કરવાની વ્યવસ્થા કરવામાં આવે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાલાજી ગ્રુપ સામે આંદોલન કરવામાં આવશે અને વધુ ઘટસ્ફોટ આગામી દિવસમાં કરાશે.

દબાણના કારણે 60 ફૂટ પહોળી કાંસને 20 ફૂટ સાંકડી કરી નંખાઈ

બાલાજી ગ્રુપનું અગોરા મોલ વિવાદોમાં આવી રહ્યું છે ઓડનગર ખાતે જે સિક્યુરિટી ગેટ બનાવવામાં આવ્યો છે તે વરસાદી કાંસ ઉપર બનાવાયો છે. જે કાંસ ખુલ્લી રાખવી જોઈએ એ પાલિકાએ 3 કરોડના ખર્ચે તેને રોડ બનાવ્યો હતો. જે કાસ સિકંદરાબાદ થી પાવાગઢ થી વારસિયા થઈ વિશ્વામિત્રી પાણી જાય છે તેને બંધ કરીને તેના પર રોડ બતાવીને બિલ્ડીંગની પરમિશન લેવામાં આવી છે .કાંસ પર રોડ બનાવી બાંધકામ કરી દીધું હતું.જોકે કાંસ ઉપર સિકીયુટી ગેટ લગાવી શકે નહીં આ કાંસ 60  ફુટ પહોળી હતી તેને 20 ફૂટ સાંકડી કરી નાખી ને સ્લેબ ભર્યો છે વરસાદી કાસ ને સ્લેબ ભરીને રસ્તો બતાવ્યો છે. દીવાલને અડીને બિલ્ડીંગ બનાવી છે.

કાંસ પર દબાણ કરાતાં નજીકની સોસાયટીમાં વરસાદમાં પૂર જેવી સ્થિતિ : અનિલ પરમાર

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અનિલ પરમાર જણાવ્યું હતું કે દોઢ વર્ષ અગાઉ ઓડનગર ખાતે અઘોરાની આવાસ યોજનાની પાછળ જ્યાં સોસાયટીઓ આવેલી છે. જેમાં પ્રમુખ સોસાયટી, કૃષ્ણ કુંજ સહિત સોસાયટી આવેલી છે ત્યાં અઘોરાના બિલ્ડર દ્વારા દીવાલ બનાવવાની કામગીરી કરાઈ હતી. જો દીવાલ બનાવવામાં આવે તો વરસાદી પાણીનો નિકાલ થાય નહીં અને વરસાદી પાણી સોસાયટીઓમાં ભરાઈ જાય તેને લઈને સોસાયટીના રહીશોએ મને રજૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ હોબાળો કર્યો હતો અને પાલિકામાં રજૂઆત કરીને દીવાલ તોડી નાંખી હતી. બાલાજી ગ્રુપ ને ખોટી રીતે પાલિકા દ્વારા પરમીશન આપવામાં આવી છે.

Most Popular

To Top