લીમખેડા: દાહોદ તાલુકાના ખરોડ ગામે રહેતા લાલુભાઇ જોખનાભાઈ નીનામા તેમની જીજે 23 W 8005 નંબરની પીકઅપ ગાડીમાં પરિવારજનો સાથે પાવાગઢ માતાજીના દર્શન...
વડોદરા : કેટલાય સમયથી ચાલી રહેલા બરોડા ડેરી વિવાદમાં આખરે પાટીલની ધાક કામ કરી ગઈ, બરોડા ડેરીના દંગલમાં સુખદ નિવેડો આવ્યો હતો...
વડોદરા : શહેરના મધ્યમાં આવેલ ઐતિહાસિક ચારદરવાજા વિસ્તારમાં આવેલ લહેરીપુરા દરવાજાની છત રવિવારે મોડીરાત્રે ધારાશયી થતાં તેના રિસ્ટોરેશનની કામગીરી અંગે વડોદરાના મેયર,...
વડોદરા : ૧૭ જુનના રોજ ભારે પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ફતેગંજ કારેલીબાગ જવાના રોડ પર ગ્રેન્ટ્રી ગેટ ધરાશય થઇ ગયો...
વડોદરા : વડોદરા સહિત મધ્યગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ચાલુ રહેલા વરસાદના પગલે નદી-નાળાઓ ભરાઇ ગયા છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ઢાઢર...
હાલોલ : એસટી ડ્રાયવર પાસે ડેપો મેનેજર હેમંત પટેલે રૂટ બદલવા અંગે 10,000/- રૂપિયા લાંચની માંગણી કરતા એસટી ડ્રાયવર એક જિલ્લા એ.સી.બી.પોલીસનો...
વડોદરા : વડોદરાજિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે અનેક ગામોમાં ઘૂંટણ સમાં પાણી ભરાયા છે.જેમાં વડોદરાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે...
વડોદરા: યુનોના સમર્થન થી દર વર્ષે ૨૩ મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ સંકેત ભાષા દિવસ એટલે કે વર્લ્ડ સાઈન લેન્ગવેજ દિવસ ઉજવવામાં આવે...
ગોધરા: ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલ કોમન પ્લોટમાં ગેરકાયદે કબ્જો કરવામાં આવતા ગોધરા એ ડીવીઝન પોલીસે એક વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબનો...
બારડોલી ડેપો દ્વારા મનમરજી મુજબ બસોનું સંચાલન થતું હોય શાળા કોલેજના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બારડોલીની છાત્ર યુવા સંઘર્ષ...
કઠોદરા પાટિયાથી કઠોદરા ગામ જતા રોડ પર મહારાષ્ટ્રથી ફૂલો ભરીને સુરત જતો ટેમ્પો પલટી મારી જતાં ટેમ્પોની સાઈડમાં ઊભેલા ટેમ્પો ડ્રાઈવરને બીજા...
ઓલપાડના કુડસદ વિસ્તારમાં આવેલી એક ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બનતાં ચાર જેટલા ફાયર ફાયટરો દ્વારા આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યા બાદ...
તાપી જિલ્લામાં કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી બસ સેવા શરૂ કરવા સોનગઢ બસ સ્ટેન્ડ ખાતે ABVP તાપી દ્વારા બસ રોકો આંદોલન કરવામાં...
અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે બિનઅધિકૃત ઝૂંપડપટ્ટીમાં રહીશો રહેતા લોકો રેલવે ઝૂંપડાં ખાલી કરવા કરવા નોટિસ ફટકારતાં શ્રમજીવી પરિવારના સભ્યોની હાલત કફોડી બની...
‘વિકાસ’થી તો હવે ‘ખમ્મા’: માંડવી તાલુકામાં રોડ પર કમર તોડી નાંખે એવા ખાડા પડી ગયા માંડવીમાં ‘વિકાસ’ને શોધવો પડે એવી સ્થિતિ હાલ...
કડોદરા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી સ્કૂલ, હોસ્પિટલ, હાઈરાઇડ્સ એપાર્ટમેન્ટ, બિલ્ડિંગને ફાયર એનઓસી મેળવવા માટે નોટિસો આપી કડકાઇ કરવામાં આવી રહી છે....
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 27 આદિવાસી બેઠકો પર કેસરિયો લહેરાય તે માટે બાજપની નેતાગીરીએ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ખાસ કરીને આજે...
રાજ્યમાં વરસાદથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્તો વિવિધ સહાયમાં રાજય સરકારે આજે મળેલી કેબિનટ બેઠકમાં નિર્ણય લઈને તેમાં વધારો કર્યો છે....
રૂપાણી સરકાર સામે એક ફરિયાદ એ પણ હતી કે અધિકારીઓ તેમને ગાંઠતા ન હતાં એટલું જ નહીં ધારાસભ્યોના વિકાસના કામો પણ કરતાં...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 5 સહિત 20 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ સાજા થયા છે....
સુરત: (Surat) સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદ (Rain) ધીમે ધીમે વિદાય તરફ છે. આજે જિલ્લાના મહુવામાં એક ઇંચ જેટલો વરસાદ...
પહેલાં ન્યૂઝીલેન્ડ (Newzealand) અને પછી ઈંગ્લેન્ડે (England) પાકિસ્તાનનો ક્રિકેટ પ્રવાસ રદ કરી દેતાં પાકિસ્તાન (Pakistan) ભૂરાંટું બન્યું છે. વૈશ્વિસ્તરે થૂ થૂ થતાં...
પાંચ વર્ષ બાદ રુપાણી સરકારે શરૂઆત કરી હતી.. હવે તમે પૂરી કરજો..અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય એવી આશા રાખું છું.....
નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટના (Supreme Court) સખત ઠપકા બાદ કેન્દ્ર સરકારે (Government) દેશમાં કોરોનાને (Corona) કારણે દરેક મૃત્યુના કિસ્સામાં પરિવારને 50...
ગુજરાતના CM તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું તે ઘડીથી જ રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યાં છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનું (Flood)...
હવામાન વિભાગની (Weather Department) આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ વરસી રહ્યો છે. વલસાડ, વાપી, દમણ, સંઘપ્રદેશ વિસ્તારમાં બે દિવસથી ધોધમાર...
સંતરામપુર : કડાણા પાસેથી પસાર થતી મહિસાગર નદી પર પુલ બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી 35 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. જે...
સુરત: (Surat) ભેસ્તાનનાં જર્જરીત આવાસોમાં (Bhestan Awas) પ્લાસ્ટરના પોપડા પડતાં માસૂમ બાળકીનું મોત થયા બાદ પણ અહીંના રહીશો મનપા દ્વારા ફાળવવામાં આવેલી...
સુરત: (Surat) સુરત માટે ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી તબક્કાવાર ઝડપથી આગળ વધી રહી છે. ખાસ કરીને...
અમદાવાદ (Ahmedabad) પોલીસે અહીંના નરોડા વિસ્તારમાંથી સેક્સ રેકેટનો (sex racket) પર્દાફાશ કર્યો છે. અહીંની એક હોટલમાં દેહવ્યાપારનો ધંધો બેફામ ચાલી રહ્યો હતો....
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
લીમખેડા: દાહોદ તાલુકાના ખરોડ ગામે રહેતા લાલુભાઇ જોખનાભાઈ નીનામા તેમની જીજે 23 W 8005 નંબરની પીકઅપ ગાડીમાં પરિવારજનો સાથે પાવાગઢ માતાજીના દર્શન કરી પરત પોતાના ગામ જઈ રહ્યા હતા.લાલુભાઈ પોતે ગાડી ચલાવતા હતા જ્યારે તેમની પત્ની કપિલાબેન તથા કાકાનો પુત્ર વિશ્વાસ શૈલેષભાઈ નિનામા બાજુની સીટમાં બેઠા હતા.આ ઉપરાંત તેમના પરિવારના પ્રવિતાબેન લાલુભાઇ નિનામા પૂર્વાબેન મહેશભાઈ નીનામા જીગીશાબેન મુકેશભાઈ નીનામા પ્રિયંકાબેન રમેશભાઈ નિનામાં વિગેરે પીકઅપના પાછળના ડાલામાં બેઠા હતા.

હાઈવે રસ્તા ઉપર લાલુભાઇ ગાડી ચલાવી રહ્યા હતા.તે દરમિયાન પીપલોદ લીમખેડા વચ્ચે પ્રતાપપુરામાં અચાનક માસુમ બાળક વિશ્વાસ નીનમાએ ગાડીનું સ્ટેરીંગ પકડી લેતા લાલુભાઈએ સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા પીકઅપ ગાડી રસ્તાનું ડિવાઇડર કૂદી રસ્તો છોડી દોડવા લાગી હતી.અને હાઈવે રસ્તાથી થોડે દૂર કાંતિભાઈ સાંકળભાઈ રાવળના ખેતરમાં આવેલા વીસ ફૂટ પાણી ભરેલા અવાવરૂ કૂવાની પાળમાં ફસાઈ હતી.
તે સમયે પીકઅપમાં બેઠેલા યાત્રાળુઓમાં ચીસાચીસ મચી જવા પામી હતી. બનાવની જાણ લીમખેડા DYSP ડૉ. કાનન દેસાઈને થતા તેઓએ તાત્કાલિક લીમખેડા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. ડામોરને સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચવા માટે સુચના આપી હતી. લીમખેડા પો.ઇ.એમ.જી.ડામોર પોસઇ આર.એ.પટેલ તથા સ્ટાફનાં માણસો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ સૂઝબૂઝ અને સતર્કતાથી ક્રેનની મદદ તથા અન્ય લોકોના સહયોગથી પીકઅપ ગાડીને કુવાની પાળમાંથી બહાર કાઢી હતી. ગાડીમાંથી હેમખેમ બહાર નીકળેલા લાલુભાઈ ખરાડના પરિવારજનોમાં હાશકારો તથા જીવ બચ્યાની રાહત જોવા મળી હતી. યાત્રાળુઓ તથા વાહનને કોઈ પણ નુકસાની નહી થતા લાલુભાઇએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.