Top News

More Posts

   The Latest

Most Popular

નડિયાદ: રાજકોટ-જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં પુરથી સર્જાયેલી તારાજીને પગલે નડિયાદ સ્થિત શ્રીસંતરામ મંદિર દ્વારા યુધ્ધના ધોરણે રાહત સામગ્રીની કિટ તૈયાર કરી અરસગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે. પુર આવ્યાના ૨૪ કલાકમાં જ રાહત સામગ્રી ભરેલી બે ટ્રકો અસરગ્રસ્તોને પહોંચાડ્યાં બાદ મંદિરમાંથી રવિવારે પણ વધુ એક ટ્રક રવાના કરવામાં આવી હતી. જેમાં ૪૦૦૦ કિલો ઘઉંનો લોટ, ૪૨૦૦ કિલો બાજરીનો લોટ, ૨૩૦૦ કિલો બાજરી, ૨૫૦ કિલો લાલ મરચુ, ૨૫૦ કિલો મીઠું, ૨૫૦ કિલો હળદર અનેલ ૧૦૨૦ લિટર ખાદ્યતેલ મળી કુલ ૧૨,૨૭૦ કિલો વજનની સામગ્રી મોકલવામાં આવી છે.

To Top