Madhya Gujarat

ચલાલી ગ્રામ પંચાયતમાં થયેલા વિકાસ કામોમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ

કાલોલ: ચલાલી ગ્રામ પંચાયતમાં જે સરકારની યોજનામાં વિકાસના કામો કરવામાં આવ્યા છે . તેમાં ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.શૌચલાયનો લાભ લાભાર્થી સુધી પહોચ્યો નથી. અમુક જગ્યા પર માત્ર કાગળ ઉપર જ કામ થયેલ જોવા મળેલ છે.લાભાર્થીઓને સરકારશ્રીના નિયમ અનુસાર ૧૨૦૦૦ ( બાર હજાર ) મળવા પાત્ર છે તેની જગ્યા એ માત્ર ૨૦ % લાભાર્થીઓને ૮૦૦૦ આઠ હજાર રૂપિયા આપવામાં આવેલ છે .જયારે સરકારશ્રી દ્વારા સ્વરછ ભારત મિશન યોજના દ્વારા જે ચલાલી ગામ ૧૦૦ % શોચાલય મુક્ત ગામ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ હકીકત કઈક અલગ જ છે .

૨૦ % પણ શૌચાલય બનાવેલ નથી પરંતુ જે શૌચાલય મંજુર કરવામાં આવેલ છે . જેના નાણા સીધે સીધા પંચાયતના એકાઉન્ટમાં સીધા જમા થાય છે લાભાર્થીઓ સુધી પહોચતા નથી અને લાભાર્થી શૌચાલયના લાભ થી વંચિત રહે છે . જે નાણા પંચાયતના સરપંચ  તેમજ તલાટી કમ મંત્રીઅને (કોન્ટ્રાક્ટરની મિલી ભગત થી નાણાં બારોબાર ઉપાડી લેવામાં આવે છે . મનરેગા યોજના દ્વારા જે કામો કરવામાં આવે છે તેમાં પણ તદન ભ્રષ્ટાચાર જોવા મળે છે . જેમ કે વર્ષ ૨૦૧૭ થી વર્ષ ૨૦૨૧ સુધી જે જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે . તે તદન બોગસ છે . જે ગરીબી રેખા હેઠળ જીવતી વ્યક્તિને રોજગારી માટેની યોજના હોય તો જે ગરીબ લોકોના જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા નથી અને જે રોજગારી ગરીબ લોકોને મળે તે પણ મળેલ નથી . જે મનરેગા યોજનામાં કામો કરવામાં આવ્યા છે . જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. ભાથીજી મંદિરથી હવેલી સુધીનો રસ્તો બહુ ખરાબ પરિસ્થિતિમાં છે . ફળિયામાં કાદવ , કીચડ , મરછરનો ઉદભવ વધતો રહે છે જેના કારણે આજુબાજુમાં રહેતા ફળિયાના લોકોને બીમારીનો સામનો કરવો પડે છે . વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથી.

Most Popular

To Top