Top News

More Posts

   The Latest

Most Popular

આપણા દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી બેંકો, કો.ઓ. બેંકો, એલઆઇસી અને અન્ય મલ્ટી કંપનીઓમાં લાખોની સંખ્યામાં કલાર્કો કોન્ટ્રકટ પધ્ધતીથી કામ કરે છે. આ લાખોની સંખ્યામાં યુવા વર્ગ પોતાના અમૂલ્ય એવા વર્ષ આ સંસ્થામાં પ્રમાણિકતા અને મહેનતથી કાર્ય કરીને આ સંસ્થાને સમર્પીત કરે છે. પરંતુ તેમની નોકરી અંગે કોઇપણ પ્રકારની સલામતી નથી. કયારેક પણ તેમને નોકરીમાંથી છુટા કરવાનો ફરમાન આપી શકે છે જે ચિંતામાં આટલો મોટો યુવા વર્ગ માનસીક તનાવમાં રહે છે. તો આ અંગે કેન્દ્ર સરકારે આવા લાખો યુવા વર્ગની ભવિષ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાકટ કલાર્કોને અમુક એટલે કે 10 વર્ષ પછી તેમની કાર્યની સમીક્ષા કરી તેમને નોકરીમા કાયમ કરી શકાય એવો ખરડો કે કાયદો બહાર પાડી આવા લાખો કોન્ટ્રાકટ કર્મચારીના ભવિષ્યને ધ્યાનમાં રાખી યોગ્ય ન્યાય કરવો જોઇએ. આ અંગે સરકારે ગંભીરતાથી વિચારવું જ જોઇએ.
સુરત              – રાજુ રાવલ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top