Madhya Gujarat

સોજિત્રામાં દાયકાઓ જુની CHC સરકારી ચોપડે ચડી જ નથી !

આણંદ : સોજિત્રા નગરના સામુહિક આરોગ્ય કેન્દ્ર લઇને વિવાદ ઉભો થયો છે. અહીં સીએચસીને લગતા કોઇ રેકર્ડ મળી રહ્યાં નથી. જેના કારણે પાલિકા દ્વારા ફાયર સેફ્ટીના સર્ટીફિકેટ આપવા સહિતના મુદ્દા ઉઠ્યાં છે. આ અંગે કાઉન્સીલરે કલેક્ટરમાં રજુઆત કરી સમસ્યાનો નિકાલ કરવા માગણી કરી હતી. સોજિત્રા પાલિકાના કાઉન્સીલર દુષ્યંત ભટ્ટે જણાવ્યું હતું કે, સોજિત્રા નગરના સામુહિક આરોગ્ય કેન્દ્રની જગ્યા સરકાર દ્વારા નીમ થયેલ હતી. હાલ આ જમીન પર સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જે પાંચ દાયકાથી પણ વધુ જુનુ છે. જોકે તેની 7/12ની કે સીટી સર્વેની નકલો નિકળતી નથી.

આ બાબતે મામલતદાર કચેરીનો સંપર્ક કરતાં 7/12ના રેકર્ડ પર આ જમીનની નકલો નીકળતી નથી. જે તે વખતે આ જમીન સામુહિક આરોગ્ય ખાતાને નીમ થયેલી હતી. તેની તુરસ્તીની અસર 7/12ની અંદર આવેલી નથી. આ અંગે ડીએલઆરમાં તપાસ કરતા તે કચેરીમાં પણ આ જમીનના કાગળો મળ્યાં નથી. સોજિત્રા શહેરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આ બાબતે તપાસ કરતા તે પણ જમીનનો રેકર્ડ ઉપલબ્ધ નથી. આ અંગે કલેક્ટરને રજુઆત કરી સરકારના સામુહિક આરોગ્ય કેન્દ્રના 7/12નું પાનયુ નવું ઓપન કરવાનું થાય છે. તો સંપૂર્ણ જમીન ડીએલઆર દ્વારા માપણી કરાવવી જોઈએ. આવો જ પ્રશ્ન મહિ કેનાલ કચેરીનો ઉપસ્થિત થયેલો હતો અને તેનો પણ નવિન 7/12નો રેકર્ડ પણ આવી ગયો છે. સામુહિક આરોગ્ય કેન્દ્રનું નવું 7/12નું પાનયું ઓપન કરવા માટે આ અરજ કરી છે.

Most Popular

To Top