Top News

More Posts

   The Latest

Most Popular

જયારે એક છોકરી લગ્ન કરીને પોતાના પતિના ઘરે આવે છે ત્યારે તે પોતાનું બધું જ ત્યાં જ મૂકીને આવે છે. પારકા ઘરને પોતાનું કરવા આવે છે. જયારે બધા પૂછે છે દહેજમાં શું લાવી. કેટલા તોલા સોનું લાવી. ત્યારે પતિ થોડી વાર ચૂપ રહ્,યો તેની પત્નીનો રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે બોલ્યો આજે દુનિયામાં સૌથી અમીર માણસ બની ગયો છું. એક બાપે એના જીવનની વ્હાલી દીકરી મને આપી દીધી છે. એક ભાઇએ લાડકી બેનને આપી તેમને તેમના ઘરનું સાચું રતન એનો પડછાયો આપી દીધો અને એક મા જે દુનિયામાં બધું આપી શકે પણ સંતાન નહીં, તે મા એ પોતાના ખોળામાં રમતી દીકરીને મને આપી દીધી છે. બીજું શું જોઇએ? યાદ રાખો, સ્ત્રીના આગમનથી કોંક્રીટ દિવાલનું ઘર મંદિર બને છે. તેને સાચવી રાખો. તમારા ઘરની ઓળખ સન્માન એના થકી જ થાય છે.
સુરત     – તૃષાર શાહ        -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top