Top News

More Posts

   The Latest

Most Popular

સૌ ‘ગુજરાતમિત્ર’ પરિવારજનોને ‘ગુજરાતમિત્ર’ના ૧૫૯ મા વર્ષમાં પ્રવેશના મંગલ પ્રસંગે અભિનંદન!
‘ગુજરાતમિત્ર’ દૈનિકપત્રના વર્તમાન સ્વરૂપનું કલેવર ઘડનાર તંત્રીશ્રી સદ્‌ગત પ્રવીણકાન્ત રેશમવાળા સાહેબના શ્રેષ્ઠ યોગદાન બદલ વંદન! એઓશ્રી દ્વારા શરૂ થયેલ ‘ગુજરાતમિત્ર’ની વણથંભી વિકાસયાત્રાના સહભાગી એવા આજના તંત્રી, મુદ્રક, પ્રકાશક આપશ્રી ભરતભાઇની ઉમદા કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવું છું. ‘ગુજરાતમિત્ર’ દૈનિકપત્રનો છેલ્લાં ૫૦ વર્ષનો જૂનો પુરાણો ગ્રાહક-વાચક, અને ચર્ચાપત્રી રહ્યો છું. ‘ગુજરાતમિત્ર’ ખરા અર્થમાં ગુજરાતનું દર્પણ બની રહ્યું છે. મારા મતે સૈાથી વધુ પુરાણું ‘ગુજરાતમિત્ર’ અખબારનું કલેવર અને સ્તર, ગુણવત્તા અને દબદબો અન્ય દૈનિકપત્રોની સરખામણીમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય રહેલ છે.
ઓંજલ, નવસારી – એલ.ડી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top