Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : કિશોરીની છેડતી મુદ્દે બેકોમના ટોળા સામ સામે આવી ગયા હતા.સગીરાની સગાઇ હોવા છતાં ઋષભ મોબાઇલ નંબર માંગવા વારંવાર પીછો કરી તેને હેરાન કરતો હતો.જુમ્મા મસ્જિદ પાસે રહેતી મુસ્લિમ સગીરાના એક તરફી પ્રેમમાં પાગલ હિન્દુ યુવકે મોબાઇલ નંબર માંગીને હેરાન પરેશાન કરતા મામલો ગરમાયો હતો. યુવકને ઠપકો આપતા  બંને કોમના ટોળા એકઠા થઇ જતા વાતાવરણ તંગ બન્યું હતું. પાણીગેટ વેરાઇ માતાના મંદિર પાસે રાણાવાસમાં રહેતો ઋષભ સુનિલ રાણા જુમ્મા મસ્જિદ પાસે રહેતી મુસ્લિમ સગીરાને જોઇને એક તરફી પ્રેમમાં પાગલ બની ગયો હતો.

સગીર વયની મુસ્લિમ કિશોરીએ ઋષભને જણાવ્યું હતું કે તેની સગાઇ તેના સમાજના યુવક સાથે થઇ ગઇ છે છતાં તેના ઘર પાસે  ઉભો  રો પરેઅવર જવર દરમિયાન એ એક્ટિવા પર પીછો કરતો હતો અને મોબાઇલ નંબર માંગીને જાતી સતામણી કરતો હતો. તા. 25મીના રોજ  બેવાગે સગીરાને વિજય વલ્લભ હોસ્પિટલની ગલીમાં ઋષભ બળજબરીથી ઉભી રાખી હતી. સગીરાએ કોઇ પણ પ્રકારના સંબંધ રાખવાની ના પાડતા ઋષભ ઉશ્કેરાઇ ગયો હતો અને બોલાચાલી હતી.

ફફડી ઉઠેલી મુસ્લિમ સગીરાએ તેના પરિવારજનોએ જાણ કરતા મંગેતર સહિતનાઓનું ટોળુ રાણાવાસમાં દોડી  આવ્યું હતું અને ઋષભને ઠપકો આપતા સગીરાના પરિવારને બેફામ ગાળો ભાંડવા માંડતા જ બંને કોમના ટોળામાં ઉશ્કેરાઇ વ્યાપી ગયો હતો. બોલાચાલી બાદ મામલો ગરમાતા મારામારીના દ્રશ્ય સર્જાયા હતા. સગીરાની ભાભીનો જોરપૂર્વક હાથ પકડીને મરડી નાખતા ઈજો પહોંચી જતા વાડી પોલીસ કાફલો ઘટતા સ્થળે ધસી આવતા બળપ્રયોગ કરી ટોળા વિખેરી નાખ્યા હતા. સગીરાની ફરિયાદના આધારે છેડતી બાળકોના જાતીય સતામણીના ગુના સંલગ્ન કલમોના આધારે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.

To Top