Gujarat Main

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું: શાહીન વાવાઝોડું મજબૂત બન્યું, મોડી રાત્રે 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે

ગુલાબ (gulab) સાયકલોન (cyclone)ની આડઅસરના લીધે અરબ સાગર (Arabian sea)માં ઉભા થયેલા ડીપ ડિપ્રેશનના લીધે 1 ઓક્ટોબરની મધ્યરાત્રિથી 3 દિવસ ગુજરાત (Gujarat) સહિત 7 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ (heavy rain)ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ સાથે જ ડીપ ડિપ્રેશનના લીધે દરિયામાં સર્જાયેલું શાહીન નામનું વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે, જે 100 કિલોમીટરની ઝડપે ગુજરાતના દરિયાકાંઠા પર 2 ઓક્ટોબરની સવારે ટકરાઈ તેવી શક્યતા છે. આ વાવાઝોડું ગુજરાતમાં કચ્છના દરિયા કિનારા પરથી પાકિસ્તાન તરફ ફંટાઈને દુબઈને પણ માઠી અસર પહોંચાડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડીપ ડિપ્રેશનના લીધે ગુજરાત સહિત દેશના આ 7 રાજ્યોમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી

આઈએમડીએ શાહીન વાવાઝોડાના સંદર્ભે ગુજરાત સહિત 7 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે 12 કલાકમાં શાહીન વાવાઝોડૂં મજબૂત થઈને ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીના એલર્ટ મુજબ ડીપ ડિપ્રેશન હવે શાહીન વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. ભારતની સાથે સાથે આ વાવાઝોડું પાકિસ્તાન, ઈરાન સુધી અસર કરશે. વાવાઝોડાના લીધે બિહાર, બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને ગુજરાતમાં ભારે વરસાદ વરસાવી શકે છે. આગામી 3 દિવસ સુધી એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

આઈએમડીના એલર્ટ મુજબ શાહીન વાવાઝોડું 1 ઓક્ટોબરની મોડી રાત્રે અથવા 2 ઓક્ટોબરની સવાર સુધીમાં ભયાનક રૂપ લઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના લીધે અતિભારે વરસાદ વરસી શકે છે. અરબ સાગરમાં વાવાઝોડું મજબૂત બન્યા બાદ ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા છે. વાવાઝોડું 100 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે અને અરબ સાગરમાં ગુજરાતના દરિયાકાંઠા તેમજ પાકિસ્તાનના દરિયા કિનારા પર અસર જોવા મળશે.

આ શાહીન વાવાઝોડાની અસરના લીધે ગુજરાત સહિત 7 રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. દિલ્હીમાં પણ વાતાવરણ વાદળછાયું રહેશે.

Most Popular

To Top