આવતીકાલે સવારે ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે મત ગણતરી હાથ ધરાનાર છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે કટોકટ...
‘એડવાન્સ ટેકનોલોજી’ અને ‘સ્કીલ બેઇઝ્ડ લર્નિંગ’ આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવશે, તેવું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી –...
રાજ્યમાં જિલ્લા કલેકટર કચેરીઓ તથા સચિવાલયમાં મહેસુલ વિભાગના અધિકારીઓ-કર્મચારી નોકરીએ મોડા આવી રહ્યા છે તેવી સતત ફરિયાદ મળી છે, તેના કારણે હવેથી...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના ક્રાંતિ સંગ્રામના ક્રાંતિવીર અને ગુજરાતના પંડિત પુત્ર શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૪મી જન્મતિથીએ ભાવસભર અંજલિ અર્પણ કરી હતી....
આગામી વર્ષે રાજયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે યુવાનોના મતો આકર્ષવા માટે કોરોનાની બીજી લહેરના પગલે લગભગ પડતર રહેલી પોલીસ વિભાગની ભરતીની...
ભારતીય કોચ અને સપોર્ટ સ્ટાફને કોરોના થયા બાદ ઈંગ્લેન્ડ-ભારત સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રદ થયા (England-India Fifth Test Match) બાદ...
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં દેશમાં હજારો લોકોના મૃત્યુ થયા છે. આજદીન સુધી આ મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી કોઈ રાહત આપવામાં આવી...
કહેવાય છે કે પોલીસ સ્ટેશન અને કોર્ટના દાદરા ક્યારેય ચઢવા જોઈએ નહીં. પરંતુ મજબૂરીવશ જો આ બંને ઠેકાણે જવાનું થાય ત્યારે થતાં...
સખ્ત લોકડાઉન લાગુ કરીને એક સમયે કોરોના પર કાબુ મેળવી કોરોનામુક્ત દેશ બનનાર ન્યૂઝીલેન્ડમાં ફરી એકવાર મહામારીના કેસ વધવા માંડ્યા છે, (Corona...
બોલિવૂડના વધુ એક સેલિબ્રિટીની મુશ્કેલી વધી છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ આજે મુંબઈ પોલીસે જાણીતા ગીતકાર જાવેદ...
ખેતીના કાયદા (Farmers law)ઓ સામેના વિરોધ (protest) દરમિયાન રવિવારે લખીમપુર ખેરી (Lakhmipur kheri) ઘટનામાં લોહિયાળ અથડામણ થઈ હતી, ફાયરિંગ અને આગચંપીમાં ચાર...
વ્યારા: વ્યારાના વાલોડના ખાંભલા ગામમાંથી એક દીપડી પકડાય છે. સોમવારે મળસ્કે તે મરઘા ખાવાની લાલચે આવી ત્યારે વનવિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં...
વાપી : કોરોનાકાળ દરમિયાન સંક્રમણમાં વધારો ન થાય તે માટે વલસાડ એસટી વિભાગ દ્વારા તેના કબજા હેઠળના કેટલાય ડેપોની લાંબા રૂટની તમામ...
આ દિવસોમાં શાહરુખ ખાન (Shahrukh khan)નો પુત્ર આર્યન ખાન (Aryan khan)નો ડ્રગ્સ કેસ (drug case) સાથેનો સંબંધ સતત હેડલાઇન્સમાં છે. લોકો સોશિયલ મીડિયા...
બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Bollywood Superstar Shahrukh Khan’s Son Aaryan Khan )મુશ્કેલીઓ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે. NCB...
નવી દિલ્હી: 1995 ની ફિલ્મ રંગીલા (Rangeela)નું ઉર્મિલા માતોંડકર (urmila matondkar)નું ગીત “તન્હા તન્હા યાહા પે જીના” યાદ છે? ઉર્મિલા માતોંડકરની એક...
વરસાદમાં ધોવાઈ ગયેલા શહેરના 62 કિલોમીટર રસ્તાનું રીપેરીંગ કામ સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા શરૂ કરાયું છે. પરંતુ અહીં પણ લીપાપોતી...
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે આજનો (4 ઓક્ટોબર) દિવસ મહત્ત્વનો છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) આર્યનની કસ્ટડી કોર્ટમાં માગશે નહીં. વકીલ...
આણંદ : વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ના સંક્રમણ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ મહાઅભિયાન મહીસાગર જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય...
આણંદ : આણંદ શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે ધડાકાભેર ડિવાઇડર સાથે કાર અથડાઇ...
આણંદ : આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર કતલ માટે લાવવામાં આવેલી બે ગાયને ગૌરક્ષકોની જાગૃતિના પગલે બચાવી લેવામાં આવી હતી. ગૌરક્ષકોને...
વડોદરા: પીડીતા સાથે નિર્દયપૂર્વક બળાત્કાર ગુજારનાર રાજુ ભટ્ટે રિમાન્ડ દરમ્યાન ક્રાઇમબ્રાંચને ગોળગોળ જવાબ આપીને સમય વ્યતિત કર્યો હતો. તેથી વધુ તપાસર્થે આજે...
વડોદરા : વડોદર શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા નૂમ આવાસના બ્લોક નંબર 40માં એક મકાનનો સ્લેબ તૂટી પડતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા.ધડાકા...
સુરત: ખટોદરા વિસ્તારમાં દુષ્કર્મના કેસમાં પેરોલ ઉપર આવીને 11 વર્ષના સાળાનું અપહરણ કરી બનેવીએ સાળાને ગળે ટુંપો આપી હત્યા કરી હતી. બાળકની...
વડોદરા : શહેરમાં સમા વિસ્તરામાં પિયરમાં રહેતી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને દહેજ પેટે 50 લાખ રૂપિયાની માગણી કરનાર પતિ સામે...
વડોદરા: ગુજરાત સરકારના મહેસુલ ,કાયદા અને આપત્તિ વ્યવસ્થાપનના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જીલ્લા કલેક્ટર કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી.મુખ્યત્વે એસડીએમ પ્રાંત...
સુરત: ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયામાં આસીસ્ટન્ટ મેનેજરની સાથે તેના ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા યુવકે 2.76 લાખની છેતરપિંડી કરી...
વડોદરા : વડોદરા શહેર નજીક આવેલા સમયાલા ગામ ખાતેની તરાલી ઈન્ડસ્ટ્રીયલ કંપનીમાં અજગર દેખા દેતા ફરજ પર હાજર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.બનાવની...
વડોદરા: માતા પિતા અને ભાઈની ચઢામણીથી સાસરીયાઓને જાનથી મારી નાખવાની અને દહેજના ગુનામાં ફરસાવી નાણા પડાવવાની ધમકી આપતી પરીણીતાના તેના માતા-પિતા તથા...
સુરત : સુરતમાં એક એવી ઈમારતનું નિર્માણ થઈ રહ્યું છે, જે માત્ર સુરત શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય, દેશની તાસીર બદલી...
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
આવતીકાલે સવારે ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે મત ગણતરી હાથ ધરાનાર છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે કટોકટ જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા આમ તો વિજયોત્સવની પણ તૈયારીઓ કરી દેવાઈ છે. જ્યારે છેલ્લી બે ચૂંટણીમાં આમ તો કોંગ્રેસને સત્તા મળે તેમ હતી, છતાં કોંગ્રેસના કાઉન્સિલરો પક્ષ પલ્ટો કરીને સામે ભાજપમાં ચાલ્યા જતાં 2011 અને 2016માં ભાજપને સત્તા મળી હતી. જો કે હવે ભાજપની નેતાગીરી સ્પષ્ટ બહુમતીની આશા રાખીને બેઠી છે.
44 બેઠકોના જંગમાં 23 બેઠકો જે પાર્ટીને મળે તેને સત્તા મળે તેમ છે. ભાજપની નેતાગીરી દ્વારા કરાયેલા આંતરિક આંકલનમાં 28થી વધુ બેઠકો મળશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. જ્યારે બીજા નંબરે કોણ આવશે, તે મામલે આપ તેમજ કોંગ્રેસ વચ્ચે હવે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. આપ અપસેટ સર્જાશે તેવી આશા રાખીને બેઠું છે, કારણ કે સુરત મનપામાં તેને 27 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસ માટે તો આ ચૂંટણી અસ્તિત્વનો જંગ છે એટલે તેને ચમત્કારની આશા પણ છે.
ગાંધીનગરમાં સેકટર -15ની જુદી જુદી કોલેજોના કોમ્પલેક્સના પાંચ હોલમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મત ગણતરીની વ્યવસ્થા કરાઈ છે. આવતીકાલે સવારે 9 વાગ્યે મત ગણતરી શરૂ થશે, જો કે બપોરે 12 વાગ્યા સુધીમાં કઈ પાર્ટીને ગાંધીનગર મનપામાં કોને સત્તા મળી છે, તે રાજકિય ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ખાસ કરીને ગાંધીનગરમાં રૂપાણી સરકાર બદલાયા પછી પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે તથા નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મનપાની ચૂંટણીના પ્રચારમાં ઝંપલાવ્યું હતું. સીએમ પટેલે ગાંધીનગરમાં ત્રણેક રાજકિય સંમેલનો સંબોધ્યા હતા. જ્યારે પાટીલ તથા દાદાએ ગાંધીનગરમાં પ્રચારના અંતિમ દિવસે મેગા રોડ શો પણ યોજીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ તરફથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમીત ચાવડાએ પણ રોડ શો કર્યો હતો. જ્યારે આપના પ્રચાર માટે દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદિયાએ પણ ગાંધીનગરમાં રોડ શો યોજીને ભાજપ – કોંગ્રેસની નેતાગીરીની ઊંધ ઉડાવી દીધી હતી.
ગઈ મોડી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જારી કરાયેલા આંકડાઓ મુજબ ગાંધીનગર મનપા માટે સત્તાવારી રીતે 56.24 ટકા , થરા – ઓખા અને ભાણવડ નગરપાલિકાઓની સામાન્ય – મધ્યસત્ર ચૂંટણી માટે 59.52 ટકા, મનપાઓની વિવિધ બેઠકોની પેટા ચૂંટણી માટે 27.20 ટકા, નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે 47.99 ટકા, જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણી માટે 57.08 ટકા અને તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી માટે 67.60 ટકા મતદાન થયુ હતું.