National

કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારજનોને 30 દિવસમાં મળશે વળતર, સુપ્રીમે આપી મંજૂરી

કોરોનાની પહેલી અને બીજી લહેરમાં દેશમાં હજારો લોકોના મૃત્યુ થયા છે. આજદીન સુધી આ મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી, ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50 હજારનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ રાહતને સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી છે. (The Supreme Court allowed Corona to pay Rs 50,000 compensation to the deceased) પરંતુ આ રકમ રાજ્ય સરકારોએ પોતાના રાહત ફંડમાંથી આપવાની રહેશે એમ કોર્ટે નોંધ્યું છે.

દેશમાં કોરોના (Covid-19) કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વળતર તરીકે 50,000 રૂપિયા આપવાની કેન્દ્રની યોજનાને સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંજૂરી આપી દીધી છે. એક અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. સાથે જ રાજ્યોને આપત્તિ રાહત ફંડમાંથી આ સહય ચુકવવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે જસ્ટિસ એમ.આર. શાહે આદેશમાં જણાવ્યું હતું કે, મૃતકોના સગાને કોઈ પણ સંજોગોમાં 50,000 રૂપિયાની રકમ ચૂકવવામાં આવશે અને આ ચુકવણી કેન્દ્ર અને રાજ્ય દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ચૂકવવામાં આવેલી રકમ ઉપરાંત હશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે પીડિતોની સંપૂર્ણ વિગતો પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત થવી જોઈએ.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે વળતરની રકમ અરજીના 30 દિવસની અંદર ચૂકવવાની રહેશે. જો મૃત્યુનું કારણ કોરોના હોય તો જ આ રકમ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આદેશમાં એમ પણ કહ્યું છે કે રાજ્યનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દરેક પીડિત પરિવારને 50,000 રૂપિયાનું વળતર આપશે. ખાસ વાત એ છે કે આ આદેશ હેઠળ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે અત્યાર સુધી જાહેર કરેલી યોજના સિવાય, આ નાણાં પીડિતોના પરિવારોને અલગથી આપવામાં આવશે.

આદેશ અનુસાર, જે પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ કોરોનાને કારણે થયું છે, તે વળતરની આ રકમ તેના નજીકના સંબંધીને આપવામાં આવશે. આ માટે, પરિવારે મૃતકના કોરોના હોવાના પુરાવા સાથે જિલ્લાના આપત્તિ વિભાગને અરજી સબમિટ કરવાની રહેશે. વિભાગ આ અરજીનો 30 દિવસમાં નિકાલ કરશે.

વિભાગે તમામ લાભાર્થીઓના નામ અખબારમાં પ્રકાશિત કરવા પડશે જેથી પારદર્શિતા જળવાઈ રહે. કોર્ટે એમ પણ કહ્યું કે ફરિયાદ નિવારણ સમિતિ મૃત દર્દીના મેડિકલ રેકોર્ડની તપાસ કરી શકે છે અને 30 દિવસની અંદર વળતરની માગ કરી શકે છે. સમિતિને હોસ્પિટલોમાંથી રેકોર્ડ મંગાવવાનો અધિકાર પણ હશે.

Most Popular

To Top