Top News

ન્યૂઝીલેન્ડ સરકારે સ્વીકાર્યું, અમારો દેશ કોરોના વાયરસથી છુટકારો મેળવી શકશે નહીં

સખ્ત લોકડાઉન લાગુ કરીને એક સમયે કોરોના પર કાબુ મેળવી કોરોનામુક્ત દેશ બનનાર ન્યૂઝીલેન્ડમાં ફરી એકવાર મહામારીના કેસ વધવા માંડ્યા છે, (Corona Spread Once Again In Newzealand) જેના પગલે હવે ન્યૂઝીલેન્ડની સરકાર થાકી ચૂકી છે. ન્યૂઝીલેન્ડ સરકારે સોમવારે એ વાત સ્વીકારી હતી જે મોટા ભાગના દેશોએ બહુ પહેલાં જ માની લીધી હતી, કે તેઓ હવે કોરોના વાયરસથી હંમેશાં માટે છુટકારો મેળવી શકશે નહીં. વડા પ્રધાન જેસિન્ડા આર્ડેને ઑકલેન્ડમાં પ્રતિબંધોને હળવા કરવા માટેની એક યોજનાની જાહેરાત કરી હતી, જો કે ત્યાં મહામારી ધીમે ધીમે ફેલાઈ રહી છે.

મહામારીની શરૂઆતથી જ ન્યૂઝીલેન્ડે વાયરસ પ્રત્યે ઝીરો ટોલરેન્સ અભિગમ દાખવ્યો છે, તેણે સખત લોકડાઉન અને આક્રામક કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી હતી. હાલ સુધી તેમનો આ વ્યૂહ 50 લાખની વસતી ધરાવતા દેશ માટે શાનદાર રીતે કામ કરી રહ્યો હતો, અહીં સુધી વાયરસથી માત્ર 27 લોકોનાં મૃત્યુ થયાં છે.

  • ઓસ્ટ્રેલિયાથી આવેલા મુસાફરના લીધે ડેલ્ટા વેરિયન્ટનો ચેપ ન્યૂઝીલેન્ડમાં પ્રસર્યો
  • વડા પ્રધાન આર્ડેને કહ્યું હતું ‘આ મહામારી માટે કહી શકાય કે લાંબા સમય સુધી ભારે પ્રતિબંધો લગાવ્યા બાદ પણ આપણે ઝીરો કેસ પર આવી શકતા નથી.’

જ્યારે અન્ય દેશો વધતા મૃત્યુઆંક અને અસ્ત વ્યસ્ત થયેલા જીવનનો સામનો કરી રહ્યા છે, ન્યૂઝીલેન્ડના લોકો કાર્યસ્થળ, શાળાઓ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમોમાં પાછા ફર્યા હતાં અને કોઈ પણ કમ્યુનિટી સંક્રમણથી તેઓ સુરક્ષિત હતાં. પણ આ બધું બદલાઈ ગયું હતું જ્યારે વધુ ચેપી ડેલ્ટા વેરિયન્ટ ઓગસ્ટ મહિનામાં કોઈક રીતે ક્વૉરન્ટાઈન ગૃહમાંથી બહાર નીકળી ગયું હતું, ઓસ્ટ્રેલિયાથી આવેલા એક મુસાફર આ ચેપી વાયરસ લાવ્યો હતો.

એક સ્થાનિક કેસ નોંધાયા બાદ ન્યૂઝીલેન્ડે સૌથી સખત લોકડાઉન લગાવ્યું હતું તો છતાં અંતમાં મહામારીને પૂરી રીતે કચડવામાં તે પૂરતું ન હતું. મહામારીના કેસ હવે વધીને 1300 થયાં છે જ્યારે સોમવારે 29 નવા કેસ નોંધાયા હતાં. ઑકલેન્ડની બહાર થોડાંક કેસ નોંધાયા હતાં. વડા પ્રધાન આર્ડેને કહ્યું હતું ‘આ મહામારી માટે કહી શકાય કે લાંબા સમય સુધી ભારે પ્રતિબંધો લગાવ્યા બાદ પણ આપણે ઝીરો કેસ પર આવી શકતા નથી.’

Most Popular

To Top