Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની બુધવારે મળેલી સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસના સભ્યો આમને-સામને આવી ગયા હતા. રખડતા ઢોર અને ન્યુમોનિયાની રસી મુદ્દે સભ્યો વચ્ચે તું..તું.. મેં.. મેં..થતા સભામાં ભારે હોબાળો પણ થયો હતો. રખડતા ઢોરોના મુદ્દે અનેક સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી. સભામાં વિવિધ મુદ્દે ચર્ચાઓ ઉગ્ર બની હતી. ડો.રાજેશ શાહે બાળકોને જે ન્યુમોનિયાની રસી આપવામાં આવી છે તે ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 4000 ની છે. જેને લઇને કોંગસનાં કોર્પોરેટર  ચંદ્રકાંત શ્રીવાસ્તવએ વિરોધ નોંધાવ્યો હતો જીવનની કોઈ કિંમત હોતી નથી જેથી બંને પક્ષો વચ્ચે ભારે આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા હતા.

સભામાં શાસક પક્ષના નેતા અલ્પેશ લીમ્બાચીયાએ રખડતા ઢોરો સામે તંત્રની કામગીરીના વખાણ કર્યા હતા. જે અંગે કોંગ્રેસી કાઉન્સિલર જહા દેસાઈએ તંત્ર દ્વારા  પશુપાલકો ની સામે કામગીરીને કારણે  પશુપાલકો જે હાલાકી પડી રહી છે તે અંગે સવાલો ઉભા કર્યા હતા. રખડતા ઢોરો ને લઇ  શાસક અને વિપક્ષના સભ્યો આમને સામને આવી ગયા હતા ત્યારે મેયરે રખડતા ઢોરો મુદ્દે ઝડપભેર કામગીરી થઇ રહી હોવાનું કહી આવનાર દિવસોમાં શહેરને રખડતા ઢોર મુક્ત કરવા એસઆરપીની પણ મદદ લેવાશે તેમ જણાવ્યું હતું  સાથે જ દિવાળી પછી ટેગિંગ વગરની ગાયોને કે પશુને છોડવામાં નહીં આવે.

To Top