Top News

More Posts

   The Latest

Most Popular

શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) જેલમાંથી (Jail) બહાર આવ્યો છે. આર્યનને લેવા શાહરૂખે તેના બોડીગાર્ડ રવિને રેન્જરોવર કાર લઈ મોકલ્યો હતો.  આર્થર રોડ જેલ અને મન્નત બંગલાની બહાર મીડિયા અને શાહરૂખના ફેન્સની મોટી ભીડ જામી છે. આ સાથે જ તેની 28 દિવસની યાતનાનો અંત આવ્યો છે. ગઈ તા. 2 ઓક્ટોબર ગાંધીજ્યંતિની રાત્રે NCB દ્વારા આર્યન ખાનને ક્રુઝ પરથી અટકાયત કરાઈ હતી અને 3 ઓક્ટોબરે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ રિમાન્ડ અને છેલ્લે કોર્ટ દ્વારા જ્યૂડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. છેલ્લાં 22 દિવસથી આર્થર રોડ જેલમાં હતો.

સેશન્સ કોર્ટે જામીન નકાર્યા બાદ આર્યનના વકીલો દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સતત ત્રણ દિવસની સુનાવણીના અંતે બુધવારે મુંબઈ હાઈકોર્ટે આર્યન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન મંજૂર કર્યા હતા, પરંતુ ઓર્ડર તૈયાર નહીં હોય બુધવારની રાત જેલમાં વીતાવવી પડી હતી. ત્યાર બાદ ગુરુવારે છૂટકારો થશે તેવી આશા હતી પરંતુ ડ્રગ્સ કેસમાં (Drugs Case) ફસાયેલા આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં બીજી રાત પણ વિતાવવી પડી હતી કારણ કે કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પણ સમય મર્યાદામાં જેલ સત્તાવાળાઓ દ્વારા કાગળો મળ્યા ન હતા. 

જોકે, આજે તે જેલમાંથી બહાર આવ્યો હતો. આર્થર રોડ જેલના બેલ બોક્સને આજે સવારે 5.30 કલાકે કોર્ટનો આદેશ મળતા લગભગ 5.30 કલાકે ખોલવામાં આવ્યો હતો. આર્યનને રિસીવ કરવા માટે શાહરૂખ ખાન જેલની બહાર હાજર હતો. શાહરૂખ ખાન જાતે દીકરા આર્યનને લેવા આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. મન્નતથી 3 SUV કાર આર્થર રોડ ગઈ હતી.

આ અગાઉ ગઈકાલે શુક્રવારે આર્યન ખાન જેલમાંથી છૂટવાની આશાએ બપોરથી જ પોતાનો સામાન લઈને જેલરની ઓફિસમાં બેઠો હતો. જોકે સાંજે છ વાગે પણ રિલીઝ ઓર્ડર ના આવતાં તે ઉદાસ થઈને બેરકમાં જતો રહ્યો હતો. મુંબઈ હાઇકોર્ટમાંથી ઓપરેટિવ જજમેન્ટ મોડો આવવાને લીધે આર્યન ખાન શુક્રવારે જેલમાંથી બહાર આવી શક્યો નહોતો. મુંબઈ હાઇકોર્ટમાં બપોરે અંદાજે 3.30 વાગે આ જજમેન્ટ હાઇકોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. નિયમ અનુસાર ઓર્ડરની સર્ટિફાઇડ કોપી લઈને સ્પેશિયલ NDPS કોર્ટ જવાનું હતું. જેમાં વધુ સમય લાગી ગયો હતો.

આર્યન ખાનની જામીનદાર જૂહી ચાવલા બની

શુક્રવારે અંદાજે સાડાચાર વાગે જુહી ચાવલા જામીનદાર બનીને સેશન્સ કોર્ટ પહોંચી હતી. હાઇકોર્ટે આર્યન ખાન માટે પાંચ પેજનો બેલ ઓર્ડર રિલીઝ કર્યો હતો. આર્યનને એક લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. કોર્ટની શરત પ્રમાણે, દર શુક્રવારે આર્યન ખાને NCB (નાર્કોટ્રિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસ જવું પડશે. કોર્ટની કાર્યવાહી અંગે કોઈ નિવેદન આપી શકશે નહીં. બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલાએ સેશન્સ કોર્ટ જઈને આર્યન માટે બેલ બોન્ડ ભર્યું હતું.

મન્નતમાં દિવાળી જેવો માહોલ

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ઘરવાપસીની આશાએ ‘મન્નત’ની અંદર અને બહાર દિવાળી જેવો માહોલ છે. આજે આખો દિવસ મન્નતની બહાર ફેન્સનું કિડિયારું ઉભરાશે. આર્યનની ઘરવાપસીની ખુશીમાં બંગલાને રોશીનીથી ઝગમગતો કરવામાં આવેલો. આજે સવારથી ફેન્સ મન્નત બહાર ભેગા થયા છે. પરિસ્થિતિ બેકાબૂ થતી બચાવવા માટે પહેલાંથી મન્નતની બહાર પોલીસની ટીમ તૈનાત છે.

To Top