Gujarat

રાજ્યમાં તમામ પુખ્ત વ્યક્તિઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો

રાજ્યમાં તા. ર૯મી ઓક્ટોબર -ર૦ર૧ સુધીમાં તમામ વયજૂથોના ૪ કરોડ ૪૬ લાખ ૪૯ હજાર વ્યક્તિને પહેલો ડોઝ આપી દેવાયો છે. જ્યારે ૧૮ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. એટલું જ નહિ, ર કરોડ પ૪ લાખ પ૬ હજાર ૩૮ર વ્યક્તિને વેક્સિનનો બીજો ડોઝ પણ અપાઇ ગયો છે. આમ રાજ્યમાં ૭ કરોડ ૧ લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયા છે, તેવું રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.

રાજ્યભરના ૧પ,૪૬૭ ગામડાઓ, પ૦૩ પ્રાથિમક આરોગ્ય કેન્દ્રો, ૩૧ શહેરી આરોગ્ય કેન્દ્રો તથા ૬૭ તાલુકાઓમાં ૧૮ વર્ષથી ઉપરની વયના પાત્રતા ધરાવતા તમામ વ્યક્તિઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. ગુજરાતે દેશભરમાં પહેલ કરીને તા.૩૧મી જાન્યુઆરીથી રાજ્યમાં ફ્રન્ટ લાઇન વકર્સને વેક્સિનેશન અન્વયે આવરી લેવાની શરૂઆત કરી છે

Most Popular

To Top