Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : વડોદરા શહેર નજીક ઉંડેરા ગામના તળાવમાં કેમિકલ યુક્ત પાણી આવી જવાને કારણે અસંખ્ય માછલીઓના મોતથી ખળભળાટ મચ્યો છે.આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા અનેક વખત કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યા હોવાની ફરિયાદો છતાં જીપીસીબી દ્વારા કાર્યવાહી નહીં થતા ગ્રામજનોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. હાલ ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના વાવર વચ્ચે આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઉંડેરા ગામની આસપાસ આવેલી કેમિકલ કંપનીઓ દ્વારા છાશવારે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યા હોય અનેક ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો.

આ અંગેઉંડેરા ગામના આગેવાન અબ્દુલભાઈ પટેલે જણાવ્યું હતું કે વડોદરા શહેરને અડીને આવેલું ઉંડેરા ગામ છે. આ ગામના તળાવની અંદર કેમિકલયુકત ગંદુ પાણી આવી જવાના કારણે લાખોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે. માછલીઓના મોત બાદ ગઈકાલ સાંજથી બીજા દિવસે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાતા વાતાવરણ પ્રદુષિત થઇ ગયું છે.સત્તાધીશો સુધી પણ આ બાબતની જાણ કરવામાં આવી છે. પરંતુ માત્ર કોર્પોરેશનના કોઈ અધિકારી આવી સ્થળ નિરીક્ષણ કરી ચાલતી પકડી છે. હાલમાં આ તળાવ ભાડે રાખનાર જે વ્યક્તિ છે.જેને 17 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

અને તળાવમાં માછલીઓ મરી જવાથી હાલમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જે રોગચાળો છે. સાથે સાથે કુતરાઓ આ મૃત માછલીઓને બહાર ખેંચી ને લઈ જવાના કારણે રોગચાળો ફાટી નીકળશે ભયંકર તો એની અસર આખા વડોદરા શહેર-જિલ્લામાં થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેથી જિલ્લાના સત્તાધીશો આરોગ્ય ખાતુ તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સત્વરે આ બાબતે ઘટતું કરવામાં આવે અને જે કોઈ કસૂરવાર હોય ઔદ્યોગિક એકમ હોય તેના વિરુદ્ધ પગલાં ભરવામાં આવે તેમ ગામના અગ્રણીએ જણાવ્યું હતું.

To Top