National

ઔવેસીએ પાકિસ્તાન પર ગુસ્સો ઠાલવ્યો, ચીન પાસે તમારા દેશને ગીરવી રાખો છો અને..

AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ (Asuddin Owaisi) પાકિસ્તાન (Pakistan) પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. ઓવૈસીએ કહ્યું કે ક્રિકેટમાં (Cricket) જીત પર ખોટા નિવેદનો ન કરો. પાકિસ્તાન પાસે મેલેરિયાની દવા ખરીદવાની ક્ષમતા પણ નથી. આપણા દેશમાં જે કંઈ છે તે આપણા ઘરની વાત છે. બોલર મોહમ્મદ શમીની (Mohammad Shami) તરફેણમાં તેણે કહ્યું કે શમીને દોષ આપવો ક્યાંનો ન્યાય છે.

અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદને જડબાતોડ જવાબ આપ્યો છે. ઓવૈસીએ કહ્યું કે આપણા પાડોશી દેશના એક મંત્રી પાગલ છે. તેણે ક્રિકેટમાં ભારત તરફથી મળેલી જીતને ઈસ્લામની જીત ગણાવી હતી. અલ્લાહનો આભાર કે આપણા લોકો ત્યાં ગયા નહીં, નહીંતર આ પાગલોની સાથે જીવવું પડ્યું હોત. ઇસ્લામને ક્રિકેટ સાથે શું લેવાદેવા છે?

તેણે આગળ કહ્યું, ‘કોઈ શરમ નથી, તમે તમારા દેશ (પાકિસ્તાન)ને ચીન પાસે ગીરવી રાખો અને ઈસ્લામ વિશે વાત કરો. તે ચીન માટે, જેણે 20 લાખ મુસ્લિમોને કેદ કર્યા છે. જેમને બળજબરીથી ભૂંડ ખવડાવવામાં આવી રહ્યા છે. તમે મેલેરિયાની દવા પણ બનાવી શકતા નથી, તમે મોટરસાઇકલના ટાયર પણ બનાવી શકતા નથી, ભારત ઘણું આગળ છે, તેથી અમારી સાથે ગડબડ ન કરો.’ જણાવી દઈએ કે મુઝફ્ફરનગરના મદીના ચોક ખાતે શોષિત વંચિત સમાજ સંમેલનમાં ઓવૈસીએ ઉપરોક્ત વાત કહી હતી. 

નોંધનીય છે કે, 24 ઓક્ટોબરના રોજ T-20 વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતનું પલડું ભારે હતું, પરંતુ આશ્ચર્યજનક રીતે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ 10 વિકેટથી જીતી ગઈ હતી. ભારતની શરમજનક હાર બાદ સોશિયલ મીડિયા પર ખૂબ કોમેન્ટ થઈ હતી. ખાસ કરીને પાકિસ્તાની ક્રિકેટ ટીમના ફેન્સ અને પાકિસ્તાનના રાજકારણીઓ પણ કોમેન્ટ કરી રહ્યાં હતાં. આઈસીસી ટુર્નામેન્ટમાં પહેલી વખત પાકિસ્તાન ભારત સામે જીત્યું હોવાથી ઘેલમાં આવી ગયેલાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના ફેન્સ ભાન ભૂલી ગયા હતા અને કેટલીક અનિચ્છનીય કોમેન્ટ કરી હતી, જેના લીધે ઔવેસી ગરમ થયો હતો.

Most Popular

To Top