Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) સચિન જીઆઇડીસીમાં (GIDC) પીઆઇ અને કોન્સ્ટેબલોને ખસેડવામાં આવ્યા. આ પ્રકરણમાં સ્થાનિક એસીપીને (ACP) શા માટે છોડી દેવાયા તે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. છ વય્કતિના મોત બાદ પણ શહેર પોલીસ અધિકારીઓ તેમના મળતિયાઓને બચાવી રહ્યા છે આ કાંડમાં મુખ્ય વિલન ડીસ્ટાફનો (D Staff) પંકજ પાંડે છે. પંકજ પાંડે જો મો ખોલેતો આખુ પ્રકરણનો પર્દાફાશ થઇ શકે તેમ છે. અલબત પંકજ પાંડેને બચાવવા માટે ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં છે. વાસ્તવમાં છેલ્લા પાંચ વર્ષમાં પીઆઇ કરતા વધારે સત્તા પંકજ પાસે હોવાની ચર્ચા છે દરમિયાન આ મામલે ડીજી ઓફીસ હાલમાં હરકતમાં આવી છે. તેમાં ઘણી બધી બાબત એવી છે કે જેમાં સ્થાનિક સ્તરે પંકજ અને રણવીર મારવાડી સામે કોઇ આક્રમક કાર્યવાહી કરવામાં આવી નથી. જેની નોંધ લવાઇ છે.

  • સચિન જીઆઇ઼ડીસીની તપાસમાં ડીજી ઓફીસ મેદાનમાં હોવાની વાત
  • ટેન્કર ઠાલવવામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને લાખ્ખોના હપ્તા હોવાની ચર્ચા
  • સચિન જીઆઇડીસીમાં એસીપીને શા માટે છોડી દેવાયા
  • સચિનના પંકજ પાંડેની ઉલટ તપાસ કરાય તો ચોંકાવનારી વિગત બહાર આવી શકે છે

સચિન પોલીસે જીઆઇડીસીમાં કેમિકલ ઠાલવવા માટે ગોડાઉનો ભાડે રાખ્યા હોવાની ચર્ચા
કમિશનર અજય તોમર જો આ ગંભીર મામલે તપાસ કરે તો અનેક વાતો બહાર આવી શકે છે. રણવીર મારવાડી અને પંકજે જીઆઇડીસીમાં કેમિકલ ઠાલવવા માટે ગોડાઉનો ભાડે રાખ્યા હતા. કેટલા વાગ્યે કયા સ્થળે ટેન્કર ઠાલવવુ તે નિર્ણય રણવીર મારવાડી લેતો હોવાની ચર્ચા છેડાઇ છે. આ મામલે વાસ્તવમાં હજુ સુધી કોઇ તપાસ કરવામાં આવી નથી. દરમિયાન સચિન જીઆઇડીસીમાં અડધા કરોડના કથિત હપ્તાખોરીમાં વાસ્તવમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે.

To Top