લગ્ન પ્રસંગે જતી વેળાએ ટ્રેનની મુસાફરીથી ચેતજો: અંકલેશ્વર-વડોદરા વચ્ચે ચાલુ ટ્રેનમાંથી ₹3.89 લાખની ચોરી

અંકલેશ્વર: ગોવાથી (goa) અમદાવાદ (Ahmadabad) લગ્નમાં માતા, ભાઈ સાથે જતી યુવતીની ટ્રેનમાં (train) સીટ નીચે મૂકેલી 3 બેગમાં રહેલાં સોના-ચાંદીના દાગીના, કપડાં અને રોકડા મળી કુલ ₹3.89 લાખની મત્તાની ચોરીની (Theft) ફરિયાદ ભરૂચ રેલવે પોલીસ મથકે નોંધાવાઈ છે.

મૂળ રાજસ્થાનના અને હાલ ગોવાના મડગાવ ખાતે શ્રી રામ ચેમ્બર ખાતે રહેતી 19 વર્ષીય વિદ્યાર્થિની ચંચળ મુકેશ ખત્રીએ અમદાવાદ લગ્નપ્રસંગ હોવાથી નાગરકોઈ-ગાંધીધામ એક્સપ્રેસમાં રિઝર્વેશન કરાવ્યું હતું. ગોવાથી માતા પરમેશ્વરી અને ભાઈ વિશાલ સાથે મેરેજ માણવા ત્રણેય સ્લીપર કોચમાં 3 બેગ સાથે યાત્રા કરી રહ્યા હતા.

ચાલુ ટ્રેનમાંથી 7 તોલા સોનાના અને 28 તોલા ચાંદીના દાગીના ચોરી
નાગરકોઈન-ગાંધીધામ ટ્રેને અંકલેશ્વર (Ankleshwar ) સ્ટેશન પસાર કરતા પહેલાં રાતે તેઓ SA કોચમાં સૂઈ ગયા હતા. વડોદરા આવતાં યુવતી ચંચળની આંખ ખૂલી ગઈ હતી. તેને પોતાના સ્લીપર કોચમાં સીટ નીચે જોતાં VIP, અમેરિકન ટુરિસ્ટ સહિતની ₹8000 કિંમતની 3 બેગ ગાયબ હતી. આ બનાવની જાણ અન્ય મુસાફરો, કોચ એટેન્ડન્ટ અને રનિંગ સ્ટાફને થતાં તેઓ પણ દોડી આવી શોધખોળ કરતાં બેગો મળી આવી ન હતી. ગોવાની વિદ્યાર્થિનીએ આ અંગે ભરૂચ રેલવે પોલીસમથકે ₹3.89 લાખના સોના-ચાંદીના દાગીના, રોકડા, કપડાં ભરેલી 3 બેગની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. આ બેગમાં 7 તોલા સોનાના અને 28 તોલા ચાંદીના દાગીના હતા. રેલવે પોલીસે સ્ટેશન ઉપર લગાવેલા CCTV અને ટ્રેનમાં મુસાફરી કરતા અન્ય મુસાફરોની હરકતના આધારે તસ્કરોને શોધવા કવાયત હાથ ધરી છે.

અંકલેશ્વરમાંથી બિસ્કીટ ભરેલા ટેમ્પોની ચોરીના કેસમાં વધુ બે આરોપી ઝડપાયા
ભરૂચ: અંકલેશ્વર જીઆઇડીસીની સોમાની ચોકડી પર આવેલા પાટીલ ટ્રાન્સપોર્ટના માલિક દ્વારા ગત 12 ઓગસ્ટે ઝઘડિયા જીઆઇડીસી આવેલી બ્રિટાનિયા કંપની ખાતેથી આઇસર ટેમ્પો બિસ્કિટ ભરી લાવ્યા હતા. જે સુરત સચિન જીઆઇડીસી ખાતે રવાના કરવાનો હતો. એ પૂર્વે ચોરી થઇ ગયો હતો. જે ન મળી આવતાં રૂ.6.42 લાખની બિસ્કિટ તથા ટેમ્પો મળી કુલ રૂ.8.42 લાખની ચોરી થયાનો ગુનો નોંધાયો હતો. જેના પગલે પોલીસે સુરતમાં માલ ખરીદનાર વેપારીની ધરપકડ કરી ચોરીના બિસ્કિટનો મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો. આ કેસમાં પોલીસે હાલ કોસમડી ખાતે આવેલ સંસ્કાર ધામ સોસાયટીમાં રહેતા પિતા કિશોર નારાયણ બૈસાને અને પુત્ર મુકેશની ધરપકડ કરી હતી.

Most Popular

To Top