કબૂતર, જા, જા, જા,…

કબૂતર જ એક એવું પક્ષી છે, જે ઝાડ પર રહેતું નથી, પરંતુ આપણા ઘરની બાલ્કની, બારી, છજું, વગેરે પર બેસી સતત અવાજ કરી માનસિક ત્રાસ આપે છે. તેમજ એની હગાર, મૂત્ર વડે ભારે ગંદકી કરે છે. અવારનવાર વાંચવામાં આવેલું છે, કે કબૂતરની વિષ્ટા ખૂબ ચેપી તથા આરોગ્યને ઘાતક હોય છે. એના ઉપદ્રવથી બચવા આપણે મોટો અને ખોટો ખર્ચ કરીએ છીએ. છતાં પણ એ કોઈને કોઈ છીંડુ શોધી કાઢે છે. બહારની નાની ચાર-પાંચ ઈંચ પહોળાઈની પટી પર પણ બેસી તેમજ ઊંઘી શકે છે. જો તમારી બાલ્કનીમાં ઈંડા મૂક્યાં તો તમારે લગભગ દોઢ મહિનો સુધી ભારે ત્રાસ વેઠવાનો! જીવદયાપ્રેમીઓ (ખરેખર?) જાહેર રસ્તાઓ પર અનાજના કણ નાંખીને રાષ્ટ્રીય ખાદ્યાન્નનો બગાડ જ કરતા હોય છે.

કબૂતરોના ત્રાસમાંથી બચવાનો એક ‘‘સચોટ ઉપાય’’ છે. બિલ્ડરો જે તે એપાર્ટમેન્ટ વગેરે બનાવે તેની બારી, બાલ્કની, છજું વગેરેમાં એવા પ્રકારની ગ્રીલ બનાવે (હવા-પ્રકાશ તો આવશે જ.) જેમાં ગ્રીલની બહાર તરફના ભાગમાં કોઈ પણ પ્રકારની વધારાની જગ્યા હોવી જોઈએ નહીં. જો કોઈ બિલ્ડર આ દિશામાં પ્રયાસ સાથે પહેલ કરશે તો તેને જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ તેમજ ‘‘આશીર્વાદ પણ મળશે જ. આપણે પક્ષીને મારવા નથી, માત્ર એટલું જ પ્રેમપૂર્વક કહીશું, ‘‘કબૂતર, જા, જા, જા..’’
સુરત  – રમેશ એમ. મોદી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top