Top News

More Posts

   The Latest

Most Popular

ઇસ્લામાબાદ,: કોરોનાને નાથવા માટે તમામ દેશો વેક્સિન બનાવી રહ્યા છે અથવા બીજા દેશો પાસેથી ખરીદી રહ્યા છે પરંતુ પાકિસ્તાને નક્કી કર્યુ છે કે તે કોરોનાની સામે હર્ડ ઇમ્યુનિટીથી લડશે અને કોઇ પણ દેશ પાસેથી વેક્સિન નહીં લે. પાકિસ્તાન ચીન જેવા મિત્ર દેશો પાસેથી દાનમાં લીધેલી વેક્સિન લેતું રહેશે.

પાકિસ્તાનમાં અત્યાર સુધી ચાર સિનોફાર્મ, ઓક્સફર્ડ-એસ્ટ્રેઝેનેકા, સ્પુટનિક-વી અને કેન્સીનો બાયોને માન્યતા આપી ચૂક્યું છે. પાકિસ્તાનના પ્રતિષ્ઠિત અખબાર ડોન દ્વારા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન નેશનલ હેલ્થ સર્વિસના સચિવ આમિર અશરફ ખ્વાજાએ પબ્લિક એકાઉન્ટ કમિટીને માહિતી આપી હતી કે, પાકિસ્તાન સરકાર વેક્સિન ખરીદવા માટેનું કોઇ આયોજન કરી રહી નથી અને સરકારનો લક્ષ્ય છે કે તે હર્ટ ઇમ્યુનિટીથી આ રોગ સામે લડી લેશે.

હર્ટ ઇમ્યુનિટી ત્યારે આવે છે જ્યારે મોટી સંખ્યામાં લોકો, સામાન્ય રીતે 70 થી 90 ટકા લોકો ચેપ લાગ્યાં પછી ચેપી રોગની ઇમ્યુનિટી બની જાય છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મેજર જનરલ આમિર આમેર ઇકરામના જણાવ્યા મુજબ, ચીની રસી કેન્સિનોની એક ડોઝની કિંમત 13 ડોલર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દાતાઓ અને ચીન જેવા મૈત્રીપૂર્ણ દેશો પર આધાર રાખે છે.
એનએચએસ સચિવે પીએસીને માહિતી આપી હતી કે ચાઇનીઝ ફાર્માસ્યુટિકલ કંપની સિનોફાર્મે કોવિડ -19 રસીના 10 મિલિયન ડોઝ આપવાનું વચન આપ્યું હતું. પાકિસ્તાનને 0.5 મિલિયન ડોઝ સોંપવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 275,000 ડોઝ આરોગ્ય વ્યવસાયિકોને વેક્સિન આપવામાં આવી છે.

To Top