Top News

More Posts

   The Latest

Most Popular

GANDHINAGAR : ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 ( COVID – 19) સંક્રમણને રોકવા અંગેની કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NATIONAL DISASTER MANAGEMENT) ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.27 જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચૂસ્તપણે પાલન તા. 1 લી ફેબ્રુઆરીથી તા.28 ફેબ્રુઆરી-2021 સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં આગામી તા.15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુ
NIGHT CURFEW) નો અમલ રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કરાયો હતો, જે હવે રાત્રે 12 થી 6 વાગ્યા સુધી રાખવાનો રહેશે. જે આગામી 28 તારીખ સુધી લાગુ રહેશે.

આ ઉપરાંત કેટલીક શરતોને આધિન લગનપ્રસંગોમાં 200 વ્યક્તિઓને છૂટ યથાવત રહેશે.. ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે. પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરાયેલી SOP નું ચૂસ્તપણે પાલન કરવું પડશે. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમત-ગમત, મનોજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા અન્ય સંદર્ભે જે સૂચનાઓનું પાલન કરવાનું છે.

સમારંભ દરમિયાન જે ગાઈડ લાઈન અગાઉ હતી કે ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે. થર્મલ સ્કેનિંગ, ઓક્સિમીટર તેમજ સેનિટાઇઝરની સગવડતા પૂરી પાડવાની વગેરે યથાવત રહેશે. તેમજ સ્ટેજ, માઈક, સ્પીકર અને ખુરશીઓને સમયાંતરે સેનિટાઇઝ કરવાની રહેશે. હેન્ડ વોશ સેનેટાઈઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમાસ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. 65 થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય ઘાતક બિમારીઓથી પીડિત વ્યકિતઓ આ પ્રકારના સમારંભમાં ભાગ નહીં લે તે સલાહભર્યું છે. લગ્ન/સત્કાર સમારંભ જેવા પ્રસંગો સંબંધમાં ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50 ટકા થી વધુ નહી પરંતુ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે.

પહેલાની જ જેમ જ હોલ, હોટેલ, બેંકવેટ હોલ, રેસ્ટોરન્ટ, ઓડીટોરીયમ, કોમ્યુનીટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી વિગેરે જેવા બંધ સ્થળે સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, સમારોહ તથા અન્ય મેળાવડાવોનું આયોજન કરવામાં આવે ત્યારે સ્થળની ક્ષમતાના 50 ટકાની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યકિતઓની મર્યાદા રહેશે

To Top