વલસાડ : કપરાડા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી વાપી એસઓજી પોલીસે ઘોટવણ ગામના એક ઇસમ પાસેથી રૂ.500ના દરની 586 નંગ બનાવટી નોટ ઝડપી પાડી...
વડોદરા : ગુજરાતમિત્રના અહેવાલ બાદ પીસીબીએ રૂ.7 કરોડની માસ્ટર આઈડી ઉપર રમાતા સટ્ટાના કેસને લઈ ધડાધડ કામગીરી કરવાનું શરૂ કરી દિધુ છે....
વડોદરા : સૈનિક સિક્યુરિટી કંપનીને એક લાખ રૂપિયાનો દંડ પાલિકા દ્વારા ફટકારવામાં આવ્યો હતો. વડોદરા મહાનગર પાલિકાની માલિકીની જગ્યા ઉપર સિક્યુરિટીની જવાબદારી માટે...
વડોદરા : સ્માર્ટસિટી વડોદરામાં લાખો રૂપિયાના ખર્ચે કરાયેલા વિવિધ તળાવોના બ્યુટીફીકેશન બાદ સારસંભાળ નહીં લેવાતા તળાવોની દયનિય હાલત બનવા પામી છે. તળાવોમાં...
હાલોલ: હાલોલ તાલુકાના પાવાગઢની તળેટી નજીક આવેલા શિવરાજપુરના જીમીરા રિસોર્ટ ખાતેથી હાઇપ્રોફાઇલ જુગાર રમતા ઝડપાયેલા ખેડા જિલ્લાના માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ...
વડોદરા : વડોદરા શહેરમાં રોડ રસ્તા પાણી ડ્રેનેજ સહિતની અનેક સમસ્યાઓ ઉદભવી છે.જેના કારણે નગરજનો છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓના ખપ્પરમાં હોમાઈ ગયા...
31 માર્ચ 2021 મદ્રાસ હાઇકોર્ટના અગત્યના ચુકાદામાં નામદાર કોર્ટે સાચી ટકોર કરી હતી. ચૂંટણી વાયદાઓમાં રાજનીતિક પાર્ટીઓ મફત સુવિધાઓની લ્હાણી વહેંચવાની હોડ...
ગુજરાતમાં શિક્ષણ મોંઘુ છે, વાલીઓની આર્થિક મજબુરીથી બીજા રાજ્યો કે વિદેશમાં મોકલવાં પડે છે. ગુજરાતમાં મેડિકલ, એન્જિનિયરિંગ કે ઉચ્ચ અભ્યાસ અર્થે જ્યાં...
‘અન્ન તેવું મન ‘ તે કહેવત અનુરૂપ સાત્વિક ભોજન લેવાથી વિચારો સારા આવે.પહેલા સુરતમાં કોઈ શુભ લગ્ન પ્રસંગમાં સુરતી-ગુજરાતી બ્રાહ્મણીયા રસોઈજ બનતી.આજથી...
વડોદરાની વિખ્યાત ગુરુદેવ ઓણ્ઝરવેટરીના ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિત દ્વારા તા. 9.5.22ના ગુજરાતમિત્રમાં પ્રસિધ્ધ થયેલા સમાચાર સાવધાન: તમારો પડછાયો અદૃશ્ય થવાનો છે’ આ...
છેલ્લા કેટલાયે વર્ષોથી દેશમાં પરિવર્તનનો વંટોળ ફેલાય રહ્યો છે. દરેક વ્યક્તિના મુખેથી સાંભળવા મળે કે પરિવતૅન તો જરૂરી જ છે ને, તો...
ગુજરાતમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે મતદારોને રાજી કરવા કોંગ્રેસ ભાજપ ગપ્પાબાજી શરૂ કરી લોકોને હથેળીમાં ચાંદ દેખાડવાનું શરૂ કર્યું છે....
સુરત: આજે ગુરૂવારે તા. 12મી મે 2022ના રોજ ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે 72.02 ટકા પરિણામ આવ્યું...
એક દિવસ ગુરુજીએ પ્રાર્થના બાદ પ્રવચનમાં એકાગ્રતા વિષે સમજાવતાં કહ્યું, ‘જીવનના દરેક ક્ષેત્રમાં એકાગ્રતા બહુ જરૂરી છે. ધ્યાન કરો, ભક્તિ કરો, વિદ્યા...
અત્યાર સુધી ઉત્સવ અને ઉજવણીઓ જાણે કે ઓછા પડતા હોય એમ આપણા દેશમાં હવે પ્રચાર અને ચૂંટણી નિમિત્તે થતી ઉજવણીઓ પણ ભળવા...
શ્રીલંકાના વડા પ્રધાન, એક સમયના પ્રમુખ, શ્રીલંકાના તારણહાર, સર્વેસર્વા અને ઈશ્વરના અવતાર ગણાતા મહિંદા રાજપક્સે રાજીનામું આપવું પડ્યું છે. રાજીનામું લોકોના ડરથી...
ભારતીયો પર રાજ કરવા માટે જે રાજદ્રોહનો કાળો કાયદો અંગ્રેજોએ બનાવ્યો હતો તેનો આઝાદી બાદની ખુદ ભારતીયોની જ બનેલી સરકારે પણ ઉપયોગ...
કોઈ પણ ઇંગ્લીશ ડિક્શનરીમાં ‘બીફ’ શબ્દનો અર્થ ‘ગોમાંસ’ એવો જ કરવામાં આવે છે, પણ ભારત સરકાર જ્યારે બીફની નિકાસ કરવાની વાત આવે...
ગાંધીનગર : આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પેટલના નેતૃત્વમાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજયમાં ઉનાળાને પગલે પીવાના પાણીની સ્થિતિ તથા વિકાસ પ્રોજેકટની...
સુરત : પોલીસદાદાઓની (Police) દાદાગીરી અંકુશમાં લાવવા માટે શહેરમાં જડબેસલાક સિસ્ટમ (System) લાગુ કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ છે બોડી વોર્ન...
નવી મુંબઇ : આઇપીએલમાં (IPL) આજે અહીં રમાયેલી 58મી મેચમાં ખરાબ શરૂઆત પછી રવિચંદ્રન અશ્વિનની અર્ધસદી ઉપરાંત દેવદત્ત પડ્ડીકલની 48 રનની ઇનિંગ...
સુરત: સુરતીજનો (Surati) માટે ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) એવા સુરત મેટ્રોની (Metro) કામગીરી પુરજોશમાં આગળ વધી રહી છે. શહેરમાં સુરત મેટ્રો માટેના...
વાંકલ: ઉમરપાડા (Umarpada) તાલુકાના વાડી ગામના વાડી ફળિયામાં થોડા મહિનાઓ (Month) પહેલાં જ મુકવામાં આવેલી પાણીની ટાંકી (Water Tank) અચાનક ફાટી જતા...
સુરત: જહાંગીરપુરાની (Jahangirpura) પાલ કોટન મંડળી પાસેથી ટુકડે ટુકડે ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાનું ડાંગર ખરીદી 27.77 કરોડનું પેમેન્ટ (Payment) નહીં ચુકવનાર મંડળીના...
પારડી : ઉદવાડા (Udwada) ઓરવાડ ઝંડા ચોક પાસે મોંઘીદાટ કાર BMW લઈને નશાની હાલતમાં ડ્રાઇવિંગ (Driving) કરતા ખેરગામના મહિલા સરપંચના પતિને (Husband)...
જયપુર: અલ્હાબાદ હાઈકોર્ટની (Allahabad High Court) લખનૌ (Lucknow) બેંચમાં દાખલ કરાયેલી અરજીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ને આગ્રામાં તાજમહેલની (Tajmahal) અંદર 20...
નવી દિલ્હી: અમેરિકા (America) સહિત વિશ્વભરના (World) શેર બજાર (Stock Market) ભારે વેચાણનો સામનો કરી રહ્યા છે. તેમાં સૌથી વધુ નુકસાન વિશ્વના...
નવી દિલ્હી: (New Delhi) ઝારખંડના ખાણ સચિવ IAS અધિકારી પૂજા સિંઘલની બુધવારે ઈડી (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની સાથે તેમના...
અમદાવાદ: ગુજરાતમાં વધી રહેલા તાપમાનનાં પગલે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. રાજ્યમાં વધી રહેલી ગરમીનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બુધવારે ગરમીએ...
નવી દિલ્હી: મેરિટલ રેપ(Marital Rep) ગુનો છે કે નહીં તે અંગે આજે દિલ્હી હાઈકોર્ટ(Delhi High Court)માં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી....
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વલસાડ : કપરાડા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી વાપી એસઓજી પોલીસે ઘોટવણ ગામના એક ઇસમ પાસેથી રૂ.500ના દરની 586 નંગ બનાવટી નોટ ઝડપી પાડી હતી. પ્રાથમિક તપાસમાં તેણે આ નોટ મહારાષ્ટ્રના ત્રંબક તાલુકા, નાશિક જિલ્લાના એક ઇસમ પાસેથી મેળવી હોવાનુ જણાવ્યું હતું.
એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, કપરાડા ખાતે એક ઇસમ બાઈક ઉપર નકલી નોટનો જથ્થો લઈ આવવાનો છે. જેથી પોલીસે કપરાડા આરટીઓ ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન સુથારપાડા તરફથી નંબર વગરની બાઈક ઉપર આવી રહેલા ઇસમને પોલીસે અટકાવતા તેણે પોતાનું નામ કિશન કાળુ ચૌધરી (રહે.મૂળગામ ફળિયું, ઘોટવણ, તા.કપરાડા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેની થેલી ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની રૂ.500ના દરની ચલણી નોટના 4 બંડલ મળી આવ્યા હતા. જેમાંથી કુલ 586 નંગ નોટ મળી આવી હતી. પોલીસે પકડાયેલા ઇસમ પાસેથી રૂ 5 હજારની કિંમતનો મોબાઈલ ફોન, નંબર વગરની હોન્ડા સાઈન બાઈક પણ કબજે કરી હતી. ઘટનાના પગલે પોલીસે એફએસએલ અને કપરાડા બેંકના મેનેજરને બોલાવી તપાસ કરતા તેમણે પણ આ નોટ નકલી હોવાનુ જણાવ્યું હતું.
એકની ધરપકડ, એક વોન્ટેડ
પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે આ નકલી નોટ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના ત્રંબક તાલુકાના બાફનવિહિર ગામના માધવ રામદાસ બાભને પાસેથી મેળવી હોવાનુ જણાવ્યું હતું. આ નોટ કોને પહોંચાડવાનો હતો, તે અંગે જણાવ્યું કે કપરાડા બજારમાં પહોંચ્યા બાદ માધવને ફોન કરવાનો હતો અને તે જેને કહે તેને નોટો આપવાનો હતો તેમ જણાવ્યું હતું. આ ઘટના અગે સૈયદ બાબન વાઢું, એસઓજી વાપીએ પકડાયેલા ઇસમ કિશન કાળુ ચૌધરી વિરૂધ્ધ કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે માધવ રામદાસ બાભને વોન્ટેડ જાહેર કર્યો હતો.
1 લાખ ઉપર રૂપિયા 20 હજાર કમિશન મળવાનુ હતુ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા ઇસમ કિશને જણાવ્યું કે મહારાષ્ટ્રના ઇસમ પાસેથી તેણે આ નકલી નોટો મેળવી હતી અને કપરાડા બજાર પહોંચી ફોન કર્યા બાદ પહોંચાડવાની હતી. જોકે તે અગાઉ જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પકડાયેલા કિશને જણાવ્યું કે તેને આ કામ માટે રૂ.1 લાખ ઉપર રૂ. 20 હજાર કમિશન પેટે મળવાના હતા.
પોલીસ મોબાઇલના આધારે નોટ ક્યાંથી આવી, કોણ નેટવર્કને ચલાવતું હતું તેની તપાસ કરશે
પોલીસ હવે આ ઘટનામાં પકડાયેલા ઇસમ અને તેની પાસેથી મળી આવેલા ફોનને આધારે નકલી નોટ ક્યાંથી આવતી હતી, કોણ આ સમગ્ર નેટવર્કને ચલાવતું હતું, અને પકડાયેલો ઇસમ કોને આ નકલી નોટનો જથ્થો આપવાનો હતો તેની વિસ્તૃત તપાસ કરી રહી છે.