Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં કોરવા કેસની સંખ્યા ધીમે ધીમે ધટી રહી છે. આજે નવા 10,990 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 17 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 118 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 8629 થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 3059, સુરત મનપામાં 790, વડોદરા મનપામાં 598, રાજકોટ મનપામાં 334, ભાવનગર મનપામાં 253, ગાંધીનગર મનપામાં 116, જામનગર મનપામાં 308 અને જૂનાગઢ મનપામાં 229 કેસ નોંધાયા છે.

જ્યારે સુરત ગ્રામ્યમાં 265, જામનગર ગ્રામ્ય 208, વલસાડ 106, મહેસાણા 418, વડોદરા ગ્રામ્ય 459 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,31,832 વેન્ટિલેટર ઉપર 798 અને 1,31,034 દર્દીઓ સ્ટેબલ છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 17, સુરત મનપામાં 8, સુરત ગ્રામ્યમાં 5, વડોદરા મનપામાં 6, વડોદરા ગ્રામ્યમાં 4, રાજકોટ મનપામાં 6, રાજકોટ ગ્રામ્યમાં 5, જામનગર મનપામાં 7, ભાવનગર મનપા 2, જૂનાગઢ મનપા 4, જૂનાગઢ ગ્રામ્યમાં 6, કચ્છમાં 5, મહેસાણામાં 6, સહિત કુલ 118 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.

બીજી તરફ આજે 15,198 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,63,133 દર્દીઓ સાજા થયા છે. આજે 18 થી 45 વર્ષ સુધીના 29098 વ્યકિતઓનો પ્રથમ ડોઝ, 45થી વધુ ઉમરના 30674 વ્યકિતઓનો પ્રથમ ડોઝ, જ્યારે બીજો ડોઝ 1,36,019, તેવી જ રીતે હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર વ્યકિતઓનો પ્રથમ ડોઝ 4292 અને બીજો ડોઝ 18430 વ્યકિતઓને આપવામાં આવ્યો છે. આમ આજે કુલ 2,18,513 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે અત્યાર સુધીમાં 1,43,79,365 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

To Top