National

ઉત્તરાખંડમાં વાદળ ફાટતા ભારે વિનાશ, જોતજોતામાં IIT બિલ્ડિંગ જમીન દોસ્ત : જુઓ વિડીયો

ઉત્તરાખંડમાં ફરી એકવાર વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. ક્લાઉડબર્સ્ટને લીધે, ખૂબ વિનાશ થયો છે. આ આખી ઘટના દેવપ્રયાગની છે. જ્યાં વાદળ ફાટયા બાદ મુશળધાર વરસાદ પડ્યો છે. એટલું જ નહીં, આઈઆઈટી બિલ્ડિંગ પણ ક્લાઉડબર્સ્ટને કારણે ધરાશાયી થઈ છે. 

આ વિસ્તારમાં આવેલી ઘણી દુકાનો પણ ધરાશાયી થઈ છે. સ્વાભાવિક છે કે, વાદળ ફાટવાના કારણે મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે વિનાશનું આ રોદ્ર સ્વરૂપ સામે આવી રહ્યું છે. આ પહેલા 3 મેના રોજ ઉત્તરાખંડના તિહરી, ઉત્તરકાશી અને રૂદ્રપ્રયાગ જિલ્લામાં વાદળ ફાટવાના સમાચાર આવ્યા હતા. રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાના સમાચારની તાત્કાલિક નોંધ લેતા તેઓએ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ્સ પાસેથી ફોન પર માહિતી લીધી હતી અને અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત અને સહાય આપવા સૂચના આપી હતી.

બંને જિલ્લા મેજિસ્ટ્રેટને પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવા જણાવ્યું હતું. આ સાથે જાહેર બાંધકામ વિભાગ, એનએચ અને બીઆરઓને આદેશ અપાયો હતો કે જે માર્ગો બંધ કરાયા છે તેને તાત્કાલિક ખોલવા જોઈએ જેથી જનતાને કોઈ તકલીફ ન પડે. મહત્વની વાત છે કે સતત હોનારતોના ગઢ ઉત્તરાખંડમાં ફરી ક્લાઉડબર્સ્ટના સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડના તેહરી, ઉત્તરકાશી અને રૂદ્રપ્રયાગ જિલ્લામાં ક્લાઉડબર્સ્ટના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જો કે, હજુ સુધી ક્લાઉડબર્સ્ટ પછી થયેલા નુકસાન અંગે કોઈ માહિતી મળી નથી. 

રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાના સમાચારની તાત્કાલિક નોંધ લેતા સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ્સ પાસેથી ફોન પર માહિતી લેવામાં આવી છે. તેઓને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત આપવા સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top