National

માલદીવમાં ચીનના બેકાબૂ રોકેટ ક્રેશથી ગભરાયા ઓસ્ટ્રેલિયન ખેલાડી : ડેવિડ વોર્નરે અવાજ સાંભળ્યો

નવી દિલ્હી : ઘણા દિવસોથી ચીની રોકેટ (CHINESE ROCKET) મામલે તર્ક વિતર્ક ચાલી રહ્યા હતા દરમિયાન રવિવારે તૂટી પડેલા રોકેટના કેટલાક ભાગના કારણે માલદીવ નજીક ગભરાટનો માહોલ સર્જાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ (AUSTRALIAN PLAYERS)નો પણ સમાવેશ થાય છે, સાથે જ જાણવા મળ્યું છે કે પ્રખ્યાત ખેલાડી ડેવિડ વોર્નરને તો આ રોકેટ ક્રેશ થવાનો અવાજ પણ સંભળાયો હતો.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14 મી સિઝન મુલતવી રાખ્યા પછી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઘરે ગયા ન હતા કારણ કે તેમના દેશ દ્વારા 15 મે સુધી ભારત તરફથી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કાંગારુ ખેલાડીઓ હાલમાં માલદીવ (MALDIVE)માં ક્વોરેન્ટાઇનમાં સમય પસાર કરી રહ્યા છે. દરમિયાન રવિવારે માલદીવમાં મોટો અકસ્માત થતા ટળી ગયો હતો. હકીકતમાં 29 એપ્રિલે ચીને સ્પેશ સ્ટેશનથી છોડેલું રોકેટ, અનિયંત્રિત અને સીધા હિંદ મહાસાગરમાં માલદીવ નજીક પૃથ્વી તરફ ઝડપી ગતિએ આવી ગયું હતું. અને જ્યાંથી રોકેટ પસાર થયું ત્યાંથી ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ થોડે દૂર જ રોકાઈ રહ્યા છે.

મળતી માહિતી મૂજબ આ ઘટના અંગે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ગભરાઈ ગયા હતા. ડેવિડ વોર્નર (DAVID WARNER) સહિતના ઘણા ખેલાડીઓએ તેના ક્રેશ થવાનો અવાજ પણ સાંભળ્યો હતો, અને લાગ્યું કે જાણે કોઈ મોટો વિસ્ફોટ (BLAST) થયો હોય. આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમનારા ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરે ‘ધ ઓસ્ટ્રેલિયન’ ને કહ્યું, ‘અમે રિસોર્ટમાં ઝડપથી સૂઈ ગયા હતા. અમે તે વિસ્ફોટ સવારે લગભગ 5:30 વાગ્યે સાંભળ્યો. અમને તેનો ડર હતો. નિષ્ણાંતો કહે છે કે લોકોએ જે અવાજ સાંભળ્યો તે રોકેટ પડવાનો અવાજ ન હતો પરંતુ વાતાવરણમાં તિરાડ પડેલો રોકેટનો અવાજ હતો.

37 સદસ્યની ઓસ્ટ્રેલિયન ટીમ માલદીવમાં રોકાઈ છે
વિગતો મુજબ 37 સદસ્યની ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં માલદીવમાં રોકાઈ રહી છે જેમાં ખેલાડીઓ, કોચ, અમ્પાયરો અને કમેંટેટર્સ શામેલ છે. બીસીસીઆઈ (BCCI)એ દરેકને સલામત રીતે ભારતથી માલદીવ પહોંચાડ્યા હતા. બીસીસીઆઈએ કડક બાયો બબલમાં કોરાનાના વધતા જતા મામલાને જોતા ગયા અઠવાડિયે આઈપીએલ 2021ને સ્થગિત કરી દીઘી હતી.

3 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઘરે પરત ફર્યા:
ભારતમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે ત્રણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પહેલાથી જ ઘરે પરત ફર્યા છે. રાજસ્થાન રોયલ્સના એન્ડ્ર્યૂ ટાઇ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેન રિચર્ડસન અને એડમ જમ્પાએ આઈપીએલની વચ્ચેથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો.

Most Popular

To Top