Top News

More Posts

   The Latest

Most Popular

AHEMDABAD : કેન્દ્ર સરકાર દ્વારા સતત પેટ્રોલ (PETROL) અને ડિઝલ (DIASEL) ના ભાવમાં વધારો કરીને ગુજરાત સહિત દેશની જનતાના ખિસ્સામાંથી કરોડો રૂપિયાનું લૂંટ ચલાવવાનો સુનિયોજિત ષડયંત્ર ચલાવવામાં હોવાનો ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ (CONGRESS) દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સતત એક્સાઇઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને સામાન્ય પ્રજાના ખિસ્સામાંથી લાખો રૂપિયા ખેરવી લેવાનું ષડયંત્ર ભાજપ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. તાત્કાલિક પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચી દેશ અને રાજ્યની જનતાને રાહત આપવી જોઈએ પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનિષ દોશી એ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વિક્રમજનક વધારો કરીને સામાન્ય, મધ્યમ વર્ગ, પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો કરીને બેફામ નફાખોરી કરી રહી છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લાં ૭૩ વર્ષના સૌથી વધુ ઊંચા ભાવ છે. છેલ્લાં ૭ વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ ઉપર એકસાઈઝ ડ્યૂટી રૂ. ૯.૨૦ પ્રતિ લિટર (મે-૨૦૧૪) થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. ૩૨.૯૮ કરી દીધી છે. એટલે કે પ્રતિ લિટર રૂ ૨૩.૭૮ અથવા તો. ૨૫૮ ટકા નો વધારો કર્યો છે. જ્યારે તે જ પ્રમાણે ડિઝલ ઉપરની એકસાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર રૂ. ૩.૪૬ (મે-૨૦૧૪)થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. ૩૧.૮૩ કરી દીધી છે. પ્રતિ લિટર રૂ. ૨૮.૩૭નો અથવા તો ૮૨૦ ટકા નો વધારો કર્યો છે. અને એ પણ તેવી પરિસ્થિતિમાં કે જ્યારે ફ્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ ૧૧૦ અમેરિકી ડોલરથી ઘટીને અત્યારે પ્રતિ બેરલ ૫૦ અમેરિકી ડોલર થયા છે.

To Top