Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટના (Airport) વિકાસ માટે તાજેતરમાં સિવિલ એવિએશન મિનિસ્ટર (Minister of Civil Aviation) જ્યોતિરાદિત્ય સિંધીયા દ્વારા ગુજરાત સહિતના રાજ્યોના મુખ્યમંત્રીઓને એક પરિપત્ર દ્વારા જમીન ફાળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. સુરત માટે પણ તેમણે એરપોર્ટના વિકાસ હેતુ 96 હેકટર અને 2100 હેકટર જગ્યા બીજા રનવે માટે (Runway) માંગણી કરી હતી. સિંધીયાની માંગણીને સમર્થન આપતાં સુરતના નાગરિકોના વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપ દ્વારા પણ સિંધીયાને ઈ-મેઈલ મોકલીને એરપોર્ટના વિકાસ માટે વધુ જમીનની માંગણી કરવમાં આવી છે.

ગ્રુપ દ્વારા પોતાની માંગણીના સમર્થનમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત એરપોર્ટ પર ફૂલ રનવે લેન્થમાં અનેક બાધાઓ નડતરરૂપ હોવાથી તે સંજોગ અનુસાર હાલ લેન્થ પૂરી મળી રહી નથી તે જોતાં જો વધુ જગ્યા મળે તો અનેક સમસ્યાનો હલ મળી શકે એમ છે. સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ માટે વધુ જગ્યા રાજ્ય સરકાર આપે તે માટે નિયમિત ફોલોઅપ લેવા પણ તેમણે સિંધીયાને જણાવ્યું છે. ગ્રુપના અગ્રણી સંજય જૈને જણાવ્યું હતું કે હાલ સુરત એરપોર્ટને અડીને નજીક જ ખજોદમાં 2100 હેકટર જગ્યા મળી શકે એમ છે અને ફૂલ લેન્થ રનવે પણ બની શકે એમ છે. આ જગ્યા સુરત એરપોર્ટની હાલની જગ્યા સાથે સાંકળી શકાય એમ છે. તેનાથી તમામ સમસ્યાઓના હલ નીકળી શકે એમ છે. રાજ્ય સરકારને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.

સુરતનો સમાવેશ ઇન્ટરનેશનલ ઉડાન સ્કીમમાં કરવામાં આવે
દેશમાં આંતરરાષ્ટ્રીય ઉડાન યોજનાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ યોજનાથી 2 ટાયર સિટીને તેનો લાભ મળશે. આ યોજના અંતર્ગત સુરતથી લંડન, બેંગકોક , દુબઈ અને સિંગાપોરનો લાભ મળે તે માટે સિવિલ એવિએશન મિનિસ્ટર અને રાજ્ય સરકાર પાસે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી છે. હાલ એવિએશન મિનિસ્ટર વિભાગ દ્વારા ભુવનેશ્વર, પુણે, કોઈમ્બતુરથી ઉડાન અંતર્ગત ઇન્ટરનેશનલ ફલાઇટ માટે રાજ્ય સરકારોને VGF માટે પ્રપોઝલ મોકલી છે. તે મુજબ સુરત માટે પણ પ્રપોઝલ મૂકવામાં આવે. જેને રાજ્ય સરકાર મારફતે મંજૂર કરાવવામાં આવે તેવી ગ્રુપની માંગણી છે. ગ્રુપે સુરત એરપોર્ટ પર CISFનો બંદોબસ્ત ત્વરિત બહાલ કરવા માટે પણ સિવિલ એવિએશન મિનિસ્ટરને અપીલ કરી છે.

To Top