Top News

More Posts

   The Latest

Most Popular

દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ  પોલીસ મથકની નજીક માં પંચેલા ગામે રહેતા એપીએમસીના ચેરમેન તેમજ આ વિસ્તાર ના ભાજપના  અગ્રણી ને ત્યાં રાત્રિના ના દસથી બાર જેટલા લૂંટારૂઓ ત્રાટક્યા 31લાખ થી વધું ની રોકડ તેમજ દર દાગીનાની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર લુટારુઓ સીસીટીવીમાં કેદ બનાવની જાણ વાયુવેગે પ્રસરતા અનેક નેતાઓ તેમજ ગ્રામજનો દોડી આવ્યા બનાવને લઇ પોલીસ પણ ઘટનાસ્થળે પોલિસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ  પોલીસ સ્ટેશનની નજીકમાં જ પંચેલા ગામે રહેતા એપીએમસીના ચેરમેન તેમજ ભાજપ પાર્ટીના આ વિસ્તારમાં નેતા તેવા ભરત ભાઈ રણછોડ ભાઈ ભરવાડ અને  ભાજપના અગ્રણી જે  ગત તારીખ 29/09/2021 નાં રાત્રીના જમી પરવારી પરિવારજનો સાથે સુઈ ગયા હતા ત્યારે રાત્રીના અઢી વાગ્યા ના અરસામાં  વાગ્યાના  દસથી બાર જેટલા ચડ્ડી-બનિયાનધારી લૂંટારૂઓ મોં ઉપર બુકાની બાંધી ઘરના પાછળનો લોખંડના દરવાજા નું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા ત્યારે આ ભરતભાઈ નો પુત્ર  અન્ય રૂમમાં સૂતો હોય.

તેનો દરવાજો ખુલ્લો હોવાથી તેનો મોબાઇલ લઇ દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને જે  રૂમમાં આ ભરતભાઇ ભરવાડ સૂઈ રહ્યા હતા તે રૂમમાં પ્રવેશી તેને જગાડી આ લુટારુઓ હાથમાં લોખંડની કોષ તેમજ લાકડીઓ લઇ ભરત ભરવાડ ના જમણા પગે એક લુંટારુ એ લાકડી મારી પગની ઇજા પહોંચાડી ભયનો માહોલ પેદા કરી ના ભરત ભરવાડ કઇ સમજે તે પહેલાં જ તેને ધાક ધમકી આપતા અને તેનો પરિવાર જનો આ  ચોર લૂંટારો ના બાન માં હોવાથી કોઇપણ જાતનો પ્રતિકાર કર્યા વગર તૂટક  હિન્દી ભાષા  ગુજરાતી અને આદિવાસી ભિલોડી ભાષા બોલતા  આ લૂંટારૂઓએ તેને પહેરેલ સોનાની ચેન વીટી સોનાની લકી ઘડિયાળ જેવા દાગીના ઉતરાવી લઈ રૂમ  માં તિજોરીમાં મુકેલા દરદાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા 31,62, 000નો મુદ્દામાલ લઇ આ લૂંટારૂઓ ધાક-ધમકી આપી.

ઘરનાં સભ્યોના મોબાઈલ લઈ બાજુમાં આવેલા લાકડાના પીઠામાં થી નાસી છૂટયા હતા ત્યારે આ બુકાનીધારી લૂંટારૂઓ સીસીટીવીમાં પણ કેદ થયા હતા જ્યારે આ બનાવ અંગે ની જાણ વાયુવેગે પંથકમાં પ્રસરતાં સ્થાનિક ધારાસભ્ય જિલ્લા નાં  પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો દોડી આવ્યા હતા આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભરત ભરવાડ ની પૂછપરછ કરી તેમજ સીસી ટીવીના ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને રેલવે ટ્રેક તરફથી ચોરીને લઇ ગયેલ એક મોબાઈલ મળી આવેલ જયારે આ બનાવ ના બીજા દિવસે રેન્જ આઇજી  તેમજ જિલ્લા પોલીસ વડા સહિત  નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

To Top