Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: ચાઇના ક્રાઇસીસ (China crisis)ને લીધે આયાતી કોલસા અને ડાઇઝ, કેમિકલ સહિતના રોમટિરિયલ (raw material)ના ભાવ બે થી અઢી ગણા વધી જતા અમદાવાદના નારોલ અને રાજસ્થાનના પાલી પ્રોસેસર્સ એસોસિએશને જોબચાર્જ (job charge)માં 20 ટકાનો વધારો સતત બીજી વાર કર્યો હતો. તે પછી સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશન (SGTPA)ની મળેલી ખાસ સાધારણ સભામાં મિલમાલિકોએ બજારમાં ટકી રહેવા માટે જોબચાર્જમાં 20 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે 5 ઓકટોબરથી ટ્રેડર્સે મિલોમાં જોબવર્ક માટે જે ગ્રે કાપડ (gray cloth)નો જથ્થો મોકલ્યો છે તે ડાઇંગ અને પ્રિન્ટિંગ કર્યા પછી જોબવર્કના બિલમાં 20 ટકાના વધારા સાથેનું બિલ મોકલવામાં આવશે.

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે સામી દિવાળીએ પ્રોસેસર્સ હાઉસના રોમટિરિયલ ડાઇઝ એન્ડ કેમિકલમાં 40 ટકા ભાવો વધી ગયા છે જયારે લિગ્નાઇટના ભાવ છેલ્લા 4 મહિના દરમિયાન અઢી ગણા વધી ગયા છે. ચાઇનામાં પાવર ક્રાઇસીસની અસર ડાઇઝ કેમિકલની આયાત પર પડી છે. બીજી તરફ સંગ્રહખોરો ઇન્ડસ્ટ્રીયલ કોલસાનો સંગ્રહ કરી રોજેરોજ ભાવવધારો કરી રહ્યા છે. દિવાળી પહેલા ટ્રેડર્સોને કોઇ અવ્યવસ્થા ન થાય તે માટે 31 ઓકટોબર સુધી મિલો ચાલુ રાખી વેપારીને પ્રોસેસ ફેબ્રિકસ મોકલવામાં આવશે.

વેપારીઓ સાથે વર્ષો જૂના સંબંધો હોવાથી બજારની સ્થિતિ પ્રમાણે બંને પક્ષો જોબવર્કને લઇ નિર્ણય લેશે. મોટાભાગના વેપારી બજારની સ્થિતિ જાણે છે તે જોતા પ્રોસેસર્સની સ્થિતિ પણ સમજી શકે છે. રોમટિરિયલમાં કોલસા સહિતની સામગ્રીની સંગ્રહખોરી વધી હોવાથી પ્રોસેસર્સ એસોસિએશને 1 થી 30 નવેમ્બર સુધી તમામ મિલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 20 થી 25 નવેમ્બર દરમ્યાન પ્રોસેસર્સ એસો.ની કારોબારી સમિતિને બેઠક બજારની પરિસ્થિતિનો અભ્યાસ કરવા મળશે તે પછી મિલો આગળ શરૂ કરવી કે કેમ તેનો નિર્ણય લેવાશે. ટેક્સટાઇલ ઉદ્યોગના જાણકારો કહે છે કે જોબવર્ક ચાર્જમાં બે વારના 20 ટકાના વધારાને લઇ સાડીની કિંમતમાં 14 રૂપિયાનો વધારો થશે. કારણકે પ્રોસેસર્સની કોસ્ટીંગ રોમટિરિયલના ભાવવધારાને કારણે વધી છે.

બંધ થવાને આરે પહોંચેલી મિલો 20 ટકાના જોબચાર્જ વધારા સાથે દિવાળી સુધી ટકી રહેશે: એસજીટીપીએ

એસજીટીપીએના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે 5 મહિના પહેલા 1 ટન કોલસાનો ભાવ 4000 રૂપિયા હતો જે અત્યારે ડિલરોની સંગ્રહખોરીને લીધે 14000 રૂપિયા થયો છે. બીજી તરફ કલર, કેિમકલ, કોસ્ટિક સોડા, એસિટિક એસિડ, સોડિયમ હાઇડ્રો સલ્ફાઇડ સહિતના રોમટિરિયલના ભાવોમાં 30 થી 50 ટકા સુધી વધારો થયો છે. આ ભાવવધારાની સ્થિતિમાં મિલોની પ્રોડકશન કોસ્ટ વધતા કોઇપણ મિલ ખોટ ખાયને લાંબો સમય ચાલી શકે તેમ નથી. એક મહિનો મિલ બંધ રાખવાથી સંગ્રહખોરીને અટકાવી શકાશે. જોબચાર્જમાં વધારાને લીધે જે મિલો બંધ થવાને આરે હતી.

છેલ્લા 5 મહિનામાં રોમટિરિયલના ભાવો આ રીતે વધ્યા

રોમટિરિયલ 5 માસ અગાઉના ભાવ વર્તમાન ભાવ
કોલસો (ટન) 4000 14000
હાઇડ્રો (કિલો) 70 180
પોલિસોલ 50 100
એસિટિક એસિડ 45 150
સાઇટ્રિક એસિડ 45 200
કોસ્ટિક સોડા 1500 3000

To Top