Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈ: મુંબઈના તિલક નગરમાં નવા તિલક નગર રેલ વ્યૂ બિલ્ડિંગમાં શનિવારે બપોરે આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગની બહાર ફ્લેટની બાલ્કનીમાં લટકી પડ્યા હતા. આગનો એક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે આજીજી કરતા જોવા મળી રહ્યા છે.

મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં તિલક નગરની રેલ વ્યૂ બિલ્ડિંગના 12માં માળે આગ લાગી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર માત્ર ધૂમાડો જોવા મળી રહ્યો હતો. લોકોના શ્વાસ રૂંધાતા બિલ્ડિંગમાં ફસાયેલા લોકો પોતાની બાલ્કનીમાં આવી પહોંચ્યા હતા. તેઓ મદદ માટે આજીજી કરી રહ્યા હતા. ફસાયેલા લોકો જાતે જ ઈમારતની બાલ્કનીમાંથી ઉતરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યારે ફાયર વિભાગે ત્યાં પહોંચી બાલ્કનીમાં ફસાયેલા લોકોને દોરડાની મદદથી બચાવવાનું શરૂ કર્યું હતું.

બીજી તરફ આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઈમારતમાં ફસાયેલા લોકોને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીએમસીના જણાવ્યા અનુસાર આગ લગભગ 2:43 કલાકે લાગી હતી. MIG સોસાયટીના 12 માળના ફ્લેટમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ, એમ્બ્યુલન્સ, પોલીસની ટીમ વગેરે સ્થળ પર હાજર છે.

ફાયર બ્રિગેડની ટીમ લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે, પરંતુ આ દરમિયાન બિલ્ડિંગમાં ગૂંગળામણને કારણે ઘણા લોકો બારીઓમાંથી બહાર આવવા લાગ્યા. આ પછી ફાયર બ્રિગેડે સીડી બોલાવી અને જે લોકો બારીમાંથી બહાર આવી રેક પર ઉભા હતા તેમને સલામત રીતે નીચે લાવવામાં આવ્યા. આગ દરમિયાન આવી ઘણી તસવીરો પણ સામે આવી હતી જેમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે બાલ્કનીમાં લોખંડની જાળી પર લટકીને નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા કે જાનહાની થઈ નથી.

To Top