SURAT

સુરત: 108માં બાળકનો જન્મ, 3.30 મિનીટમાં 10 કિ.મીનું અંતર કાપ્યું છતાં માથું બહાર આવી જતા…

સુરત (Surat): સુરતમાં 108ની પ્રસંશનીય કામગીરી સામે આવી છે. લીંબાયત (Limbayat) વિસ્તારમાં એક મહિલા (women) ને પ્રસવ પીડા ઉપાડતા પરિવારજનોએ 108ને ફોન કર્યો હતો. જેથી 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને માત્ર 3 જ મિનીટમાં મહિલાને સિવિલ હોસ્પિટલ(Civil Hospital) લઇ આવ્યા હતા. પરંતુ તેમ છતાં મહિલાની 108માં જ પ્રસુતિ કરાવવી પડી હતી. જો કે મહિલા અને બાળક બંને સ્વસ્થ છે.

10 કિમીનું અંતર 3 જ મિનીટમાં કાપી સિવિલ પહોંચ્યા
સુરતનાં લીંબાયત વિસ્તારના નીલગીરી સર્કલ પાસે રહેતી પરિણીતા સુનિતા સંજય માગ્રેને અચાનક પ્રસવ પીડા ઉપડી હતી. જેથી પરિવારજનોએ 108ને કોલ કર્યો હતો. પ્રસૂતિની પીડાનો કોલ મળ્યા બાદ 108 તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મહિલાને એમ્બ્યુલન્સમાં લઈને તુરંત સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. 108ની ટીમે ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ પરથી પસાર થઈને માત્ર 3 જ મિનીટમાં 10 કિ.મીનું અંતર કાપી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પરંતુ રસ્તામાં એવું બન્યું કે એક સમયે પરિવારજનોના જીવ અદ્ધર થઇ ગયા હતા.

આ વિડીયો જોવા અહી ક્લિક કરો

ચાલી એમ્યુલન્સમાં બાળકનું માથું બહાર આવી ગયું
108ની ટીમ 3 મિનીટમાં સિવિલ હોસ્પિટલ તો પહોંચી ગઈ પરંતુ સિવિલ કેમ્પસમાં જ ચાલુ એમ્બ્યુલન્સમાં જ બાળકનું માથું બહાર આવી ગયું હતું. જેના કારણે પરિવારજનો ગભરાઈ ગયા હતા. જો એક 108ની તેમ સતર્કતા દાખવી ગાડી રોડ બાજુએ પાર્ક કરી મહિલા EMT સરિતા બેને 108માં જ મહિલાની પ્રસુતિ કરાવી હતી. મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. માતા અને પુત્ર બંને તંદુરસ્ત છે. બાળકના જન્મથી પરિવારજનોમાં ખુશી ફેલાઈ ગઈ હતી. પરિવારે જણાવ્યું હતું કે, બે દીકરી પર દીકરાના જન્મએ મોઢા પર સ્મિથ લાવી દીધું છે. માતા અને બાળક તંદુરસ્ત છે અને બાળકનું વજન અઢી કિલો છે. હાલમાં મહિલા ને બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top