Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ : દરેક ગુજરાતી પરિવારો, નાગરિક ભાઈઓ -બહેનોને દિપાવલી (Diwali) પર્વની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવતા પ્રદેશ કોંગ્રેસ (Congress) સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, ઊજાસનું આ પર્વ સમાજના દરેક વ્યક્તિઓ માટે ઉમંગનું અને ઉન્નતિનું પર્વ બને. દિપાવલીની દીપમાળા અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણનું પર્વ છે. વિક્રમ સંવતનાં નૂતન વર્ષમાં સાથે મળીને ગુજરાતનાં તમામ નાગરિકોને શિક્ષણ – સ્વાસ્થ્ય – રોજગારનો અધિકાર મળે, એવો સંકલ્પ કરીએ.

ગુજરાત કોંગ્રેસ વર્ષોથી જનતાનાં કલ્યાણકારી અને સુખાકારી માટે કાર્યરત રહ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં જનતાનાં દરેક ક્ષેત્રનાં મુદ્દાને જાણી અને સમજીને ગુજરાતનાં હિત માટે નિર્ણય લઇને વચનો આપ્યા છે. જે કોંગ્રેસની સરકાર બનતા જ કાયદા બનશે. જેનાથી ગુજરાતની જનતાને સીધા ફાયદા થશે.

To Top