Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈ: ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રા પર તેમની પત્નીને (Wife) કારથી (Car) કચડી નાખવાનો આરોપ છે, જેનો વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ કમલ કિશોર મિશ્રાને તેની પત્નીએ કારમાં અન્ય એક મહિલા સાથે પકડી લીધો હતો, ત્યાર બાદ કમલ કિશોર તેની પત્ની ઉપર હુમલા (Attack) કરી રહ્યો છે. કમલ કિશોર દ્વારા કરવામાં આવેલા આ હુમલા પછી સીસીટીવી ફૂટેજમાં કમલની પત્ની જમીન પર પડેલી જોઈ શકાય છે, જેના આધારે કમલ કિશોર મિશ્રા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ ઘટના 19 ઓક્ટોબરે મુંબઈમાં એક રહેણાંક બિલ્ડિંગના પાર્કિંગ એરિયામાં બની હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા CCTV વીડિયોમાં જોવા મળ્યું છે કે એક મહિલા મર્સિડીઝના ડ્રાઈવરને પાર્કિંગ એરિયામાં રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે અટકતો નથી અને કાર મહિલાની નજીક લઈ જાય છે. મહિલા પાર્કિંગમાં પડી ગયા બાદ કારમાં બેઠેલું વ્યક્તિ ફરીથી કારનું આગળનું વ્હીલ મહિલા નજીક લઈ જાય છે. આ દરમિયાન એક પુરુષ દોડતો આવે છે અને મહિલાને કારની નીચેથી બહાર કાઢે છે.

મળતી માહિતી અનુસાર, કમલ કિશોર મિશ્રાની પત્નીએ અંબોલી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 279 અને 338 હેઠળ કેસ દાખલ કર્યો છે. તેઓની પત્નીનો દાવો છે કે આ ઘટના બાદ તેને ઈજા થઈ હતી. જો કે પોલીસ કમલ કિશોરની શોધમાં છે અને કેસની તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે કમલ કિશોર મિશ્રા સિનેમા ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા છે. કમલ કિશોર મિશ્રાએ ભૂતિયાપા, ફ્લેટ નંબર 420, શર્મા જી કી લગ ગઈ, દેહતી ડિસ્કો, ખલી બલી જેવી ઘણી ફિલ્મો બનાવી છે.

To Top