Sports

T20 વર્લ્ડ કપઃ ઇંગ્લેન્ડને આયર્લેન્ડે 5 રનથી હરાવ્યું, ડકવર્થ લુઈસ નિયમથી થઈ ઈંગ્લેન્ડની હાર

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં દરરોજ અવનવા ઉતાર ચઢાવ સામે આવી રહ્યા છે. દરમ્યાન બુધવારે વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. 2010ની ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ આયર્લેન્ડ સામે હારી ગઈ છે. 12માં નંબરની ટીમ એવી આયર્લેન્ડે ઈંગલેન્ડને ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ 5 રનથી હરાવ્યું છે. વરસાદ આવ્યો ત્યારે ઈંગ્લેન્ડે 14.3 ઓવરમાં 105 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. મોઈન અલી (24) અને લિયામ લિવિંગ્સ્ટન (1) ક્રિઝ પર રહ્યાં હતા. આ પહેલા આયર્લેન્ડને જીતવા માટે ઇંગલેન્ડને 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

T20 વર્લ્ડ કપની 20મી મેચ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં રમાઈ હતી. ડકવર્થ-લુઈસ નિયમના આધારે આયર્લેન્ડે વરસાદથી પ્રભાવિત મેચ પાંચ રનથી જીતી લીધી હતી. બુધવારે 26 ઓક્ટોબરે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આયર્લેન્ડે 19.2 ઓવરમાં 157 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 14.3 ઓવરમાં 5 વિકેટે 105 રન રમી રહી હતી ત્યારે વરસાદ આવ્યો હતો. ડકવર્થ લુઈસ નિયમના આધારે ઈંગ્લેન્ડ પાંચ રનથી પાછળ રહી ગયું હતું. આયર્લેન્ડે આ ટૂર્નામેન્ટમાં બીજીવાર અપસેટ સર્જ્યો છે. આ પહેલા તેણે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને પહેલા રાઉન્ડમાં જ નોકઆઉટ કરી દીધી હતી.

આ મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનો રમ્યા નહોતા. કેપ્ટન જોસ બટલર શૂન્ય પર અને એલેક્સ હેલ્સ 7 રન બનાવી આઉટ થયા હતા. જોશુઆ લિટલે બંનેને આઉટ કર્યા હતાં. ફિયોન હેન્ડે બેન સ્ટોક્સે 6 રન પર જક્લીન બોલ્ડ કર્યા હતાં. હેરી બ્રુક 21 બોલમાં 18 રન બનાવીને જ્યોર્જ ડોકરેલનો શિકાર બન્યો હતો. ડેવિડ મલાન 37 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. મેકકાર્થીના બોલ પર ફિયોન હેન્ડે તેનો કેચ લીધો હતો. મોઈન અલી 12 બોલમાં 24 રન બનાવીને અણનમ રહ્યો હતો. લિયામ લિવિંગસ્ટોન બે બોલમાં એક રન બનાવીને અણનમ રહ્યો હતો.

આયર્લેન્ડની ટીમે એક સમયે 12 ઓવરમાં બે વિકેટે 103 રન બનાવી ચુકી હતી. આ પછી ટીમના બાકીના આઠ બેટ્સમેન 55 રન ઉમેરીને પેવેલિયન પરત ફર્યા હતા. આયર્લેન્ડ તરફથી કેપ્ટન એન્ડ્ર્યુ બલબિર્નીએ સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. સ્પિનર ​​લિયામ લિવિંગસ્ટોન અને ઝડપી બોલર માર્ક વૂડે ઈંગ્લેન્ડ માટે તબાહી મચાવી હતી. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

Most Popular

To Top