Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી : છેલ્લા ઘણા સમયથી લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) કિડનીની ગંભીર બીમારીથી (Kidney Disease) પીડાઈ રહ્યા છે. તેમની તબિયત નરમ ગરમ હોવાના સમાચારો પણ અવાર-નવાર આવતા રહે છે. હવે તેમની જિંદગી બચાવવા સિંગાપુર (Singapore) રહેતી દીકરી રોહિણી આગળ આવી છે. દીકરી રોહિણી આચાર્યએ એક મોટો નિર્ણય લીધો છે. જે દેશની દરેક દીકરીઓ માટે પ્રેરણા સવરૂપ બની રહેશે. રોહિણીએ તેના પિતાને તેની એક કિડનીનું દાન (Kidney Donation) કરવાનો નિર્ણય કર્યો છે જેથી કરીને તેના પિતા બીમારીથી જલ્દી બહાર આવી શકે. તમને જણાવી દઈએ કે લાલુ પ્રસાદ યાદવ 56થી પણ વધુ બીમારીથી પીડાઈ રહ્યા છે.જેના ઈલાજ માટે તેઓ કેટલાક દિવસોથી સિંગાપુરમાં જ છે.

રોહિણીના પ્રસ્થાવને લાલુએ પહેલા ફગાવી દીધી હતી
દીકરી રોહિણીએ પહેલા તેના પિતા લાલુ સમક્ષ પ્રસ્થાવ મુક્યો હતો જે લાલુએ ફગાવી દુહો હતો.સિંગાપુરમાં તબીબોએ રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી.અને ત્યારબાદ રોહિણીએ તેના પિતાને તેની કિડની આપવાનો પ્રસ્થાવ મુક્યો હતો.પરંતુ શરૂઆતમાં દીકરીએ મુકેલા આ પ્રસ્થાવનો લાલુ પ્રસાદે ઇન્કાર કર્યો હતો.પરંતુ ત્યાર બાદ રોહિણીના મજબુત મનોબળેને કારણે પિતા લાલુએ તેની વાત માની લીધી હતી.અને ટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ તૈયારી બતાવી હતી.

લાલુ 20-24 નવેમ્બર વચ્ચે સિંગાપુર જઈ શકે છે
એક રિપોર્ટ અનુસાર લાલુ પ્રસાદ આગામી તારીખ 20-24 નવેમ્બરની વચ્ચે ફરીથી સિંગાપુર જશે એવા સમાચારો પ્રાપ્ત થયા છે. અને આજ દિવસો દરમિયાન તેઓ તેમની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ માટે ઓપરેશન કરાવી શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. લાલુની બીજી પુત્રી, રોહિણી છે જે સિંગાપોરમાં રહે છે. તેના પિતાની કિડનીની બિમારીઓને લઈને ખૂબ જ ચિંતિત હતી અને તે જ હતી જેણે લાલુને સિંગાપોર જવા માટે કીડનીની પથરી સાથે કામ કરનાર ડૉક્ટરોની ટીમની સલાહ લેવા માટે મદદ કરી હતી. અને ત્યારબાદ બધા રિપોર્ટ જોઈને તબીબોએ તેમને ટ્રાન્સપ્લાન્ટેશનની કરાવી લેવાની સલાહ આપવામાં આવી હતી.

ખરા અર્થમાં દરેક ભારતીયો માટે લાલુની દીકરી પ્રેરણા બની|
રોહિણીએ પોતાની કિડની ડોનેટ કરવાની જાહેરાત કર્યા બાદ હવે લાલુ 20 થી 24 નવેમ્બર વચ્ચે ગમે ત્યારે સિંગાપોર પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે લાલુ છેલ્લા ઘણા સમયથી કિડનીની બીમારીથી પીડિત છે. લાલુ અન્ય રોગો સામે ઝઝૂમી રહ્યા છે.તો બીજી તરફ એક દીકરીના તેના પિતા માટે લીધેલો આ નિર્ણય દરેક ભારતીય દીકરીઓ માટે એક પ્રેરણા સમાન બની રહેશે

To Top