Top News

More Posts

   The Latest

Most Popular

કતાર: ફીફા વર્લ્ડ કપ (FIFA World Cup) 2022માં સેમીફાયનલ (Semifinals) મેચ પહેલા વિવાદ સામે આવ્યો છે. હવે પછી મંગળવારે મોડીરાત્રે આર્જેન્ટીના અને ક્રોએસીયા વચ્ચે મુકાબલો જોવા લોકો આતુર છે ત્યારે ફીફાએ એક મોટો નિર્ણય લેતા બધા જ દંગ રહી ગયા છે. આ મેચ પહેલા થયેલા વિવાદ હવે સપાટી ઉપર આવ્યો છે. વિવાદિત રેફ્રી (Referee) માટુ લાહોઝને (Metu Lahoz) ટુર્નામેન્ટ માંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. અને આવું કરવા પાછળનું કારણ આર્જેન્ટીનાના કપ્તાન લીયોનેસ મેસીની (Lyoness Massey) ફરિયાદ કરવિવાદ થયો હોવાનું માનવા માં આવી રહ્યું છે. આર્જેટીના અને નેધરલેન્ડ વચ્ચે ક્વાટર ફાઈનલમાં થયેલા રેફ્રી માટુ લાહોઝ જ રેફ્રી હતા. અને તેમના કેટલાક નિર્ણયો વિવાદોનું કારણ બન્યા હતા. એટલું જ નહિ તેમનો વિવાદ કપ્તાન લીયોનેસ મેસી ઉપરાંતના અન્ય ખેલાડીઓ સાથે પણ થયા હતા.

  • ફીફા વર્લ્ડ કપ 2022માં સેમીફાયનલ મેચ પહેલા વિવાદ સામે આવ્યો
  • ફીફાએ એક મોટો નિર્ણય લેતા બધા જ દંગ રહી ગયા છે
  • વિવાદિત રેફ્રી માટુ લાહોઝને ટુર્નામેન્ટ માંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી

રેફરી માટુ લાહોઝે કુલ 15 યલો કાર્ડ બતાવ્યા
આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં સ્પેનિશ રેફરી માટુ લાહોઝે કુલ 15 યલો કાર્ડ બતાવ્યા જેમાંથી એક લિયોનેલ મેસ્સીને પણ બતાવવામાં આવ્યું હતું. આટલું જ નહીં રેફરીના ઘણા નિર્ણયોને કારણે મેદાનમાં હંગામો થયો હતો.હવે ફિફા દ્વારા માટુ લાહોઝ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને વર્લ્ડ કપની બાકીની ચાર મેચોમાં કોઈ ફરજ સોંપવામાં આવી નથી. હજુ બે સેમીફાઈનલ, ત્રીજા સ્થાનની મેચ અને ફાઈનલ મેચ બાકી છે.

લિયોનેલ મેસીએ કહ્યું કે તે રેફરી વિશે કોઈ પણ વાત કરવા નથી માંગતા
નેધરલેન્ડ સામેની મેચ બાદ લિયોનેલ મેસીએ કહ્યું કે તે રેફરી વિશે કોઈ પણ વાત કરવા નથી માંગતા કારણ કે જો તમે રેફરી વિશે કંઇક બોલશો તો તે કાર્યવાહી કરશે.પરંતુ ફિફાએ તેમના વિશે વિચારવું જોઈએ, કારણ કે તમે એવી જગ્યાએ રેફરી નહીં રાખશો જે કામ માટે યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટથી આવ્યું હતું જેમાં આર્જેન્ટિનાનો વિજય થયો હતો. હવે આર્જેન્ટિનાએ પ્રથમ સેમિફાઇનલમાં ક્રોએશિયા સામે ટક્કર થવાની છે. ઉલ્મેલેખનીય છે કે લિયોન મેંસ્સીનો આ છેલ્લો વર્લ્ડ કપ છે તેથી તેના માટે વર્લ્ડ કપનું સપનું પૂરું કરવાની આ છેલ્લી તક છે.

To Top