Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ તેમજ વિદ્યાનગરમાં ટ્યુશન ક્લાસ ચલાવનાર એક શિક્ષકે પોતાના ત્યાં ટ્યુશનને આવતી કિશોર વયની વિદ્યાર્થીનીને પ્રેમ જળમાં ફસાવીને, દુષ્કર્મ આચર્યું હતું અને તેના નગ્ન ફોટા-વિડિયો ઉતારી લીધાં હતાં. જે બાદ આ ફોટા-વિડિયો વાઈરલ કરવાની ધમકીઓ આપી, બિભત્સ માંગણીઓ કરતો હતો. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે શિક્ષક વિરૂધ્ધ ગુનો નોંધી ને આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શિણણ નગરી આણંદ અને વિદ્યાનગરમાં થોડાક સમય પહેલાં મેહુલકુમાર નામના એક શિક્ષકે ટ્યુશન ક્લાસ શરૂ કર્યા હતાં. જેમાં ધોરણ 10, 11, 12 ની વિદ્યાર્થીઓ ભણવા માટે આવતાં હતાં. દરમિયાન શિક્ષક મેહુલકુમારની નજર પોતાના ટ્યુશનમાં ભણવા આવતી એક વિદ્યાર્થીની ઉપર બગડી હતી. જેથી તેણે મીઠી મીઠી વાતો કરીને વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં વિદ્યાર્થીને એકાંત જગ્યામાં બોલાવીને વિદ્યાર્થીના નગ્ન ફોટા તથા વિડીયો ઉતાર્યાં હતાં અને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારબાદ આ નરાધમ શિક્ષક વડોદરા ભાગી ગયો હતો. જેના થોડા સમય બાદ આ શિક્ષક નગ્ન ફોટા બતાવીને વિદ્યાર્થીની પાસે બિભત્સ માગણી કરવા લાગ્યો હતો અને ધમકીઓ પણ આપતો હતો. આથી ડરી ગયેલી વિદ્યાર્થીનીને પોતાના પરિવારજનોને સઘળી વાત કરી હતી. જેથી ચોંકી ઉઠેલાં પરિવારજનોએ આ મામલે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી, નરાધમ શિક્ષકને વડોદરાથી ઝડપી પાડી, તેના રિમાન્ડ મેળવવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

To Top